રાહુલ દેવ પિરિયડ-ડ્રામા સિરીઝમાં તલવારબાજી કરતો જોવા મળશે
રાહુલ દેવ
હિન્દી ફિલ્મોમાં વિલન તરીકે જાણીતા બનેલા ઍક્ટર રાહુલ દેવે ‘ચૅમ્પિયન’, ‘અશોકા’, ‘ફુટપાથ’ જેવી હિન્દી ફિલ્મો ઉપરાંત સાઉથની અઢળક ફિલ્મોમાં અભિનય કર્યો છે. જોકે રાહુલ દેવ ઘણા સમયથી ફિલ્મોમાંથી ગાયબ છે અને હાલમાં ડિજિટલ પ્લૅટફૉર્મ પર કામ કરવામાં વ્યસ્ત છે. ઝીફાઇવની થ્રિલર સિરીઝ ‘ઑપરેશન પરિંદે’માં મૉન્ટીનું પાત્ર ભજવ્યા બાદ તાજેતરમાં તે Alt બાલાજીની કૉમેડી સિરીઝ ‘હૂઝ યૉર ડૅડી?’માં જોવા મળ્યો છે. આ બન્ને શો માટે રાહુલ દેવની પ્રશંસા થઈ રહી છે.
આ અભિનેતા હવે પિરિયડ-ડ્રામા વેબ-સિરીઝમાં તલવારબાજી કરતો જોવા મળશે. પોતાના રોલ વિશે વધુ રિવિલ ન કરતાં તેણે કહ્યું કે દર્શકોને ચોક્કસપણે આ સિરીઝ ગમશે અને હું એવો રોલ ભજવવા જઈ રહ્યો છું જે મેં અગાઉ ક્યારેય નથી ભજવ્યો. આ ઉપરાંત રાહુલ દેવ ‘તોરબાઝ’ નામની ફિલ્મ પણ કરી રહ્યો છે જેમાં સંજય દત્ત પણ છે. આ ફિલ્મમાં તે તાલિબાની લીડર તરીકે જોવા મળશે.

