અક્ષય કુમાર સહિત આ બોલીવુડ સ્ટાર્સ પણ કરશે ડિજિટલ દુનિયામાં એન્ટ્રી
અક્ષય કુમાર
ફિલ્મો અને ટેલિવિઝન પછી હવે સ્ટાર્સ ડિજિટલ કોન્ટેન્ટ તરફવળી રહ્યા છે. ફક્ત ચાહકો જ નહીં, ધીમે ધીમે બોલીવુડ એક્ટર્સ અને એક્ટ્રેસિસ પણ મોબાઇલ સ્ક્રીન પર પગપેસારો કરી રહ્યા છે. આવનારા સમયમાં કેટલાય મોટા સ્ટાર્સ પોતાનો ડિજિટલ ડેબ્યૂ કરવાના છે. એવામાં ચાહકોને સારા કોન્ટેન્ટની સાથે સાથે પોતાના ગમતાં સ્ટાર્સને જોવાની પણ તક મળશે. જોકે, પંકજ ત્રિપાઠી અને હુમા કુરેશી જેવા અનેક કલાકારો ડિજિટલ વિશ્વમાં સતત સારું કામ કરી રહ્યા છે.
અક્ષય કુમાર
ફિલ્મોમાં ધમાલ મચાવી રહેલા અક્ષય કુમાર ટૂંક સમયમાં જ વેબ જગતમાં એન્ટ્રી કરશે. માર્ચ, 2019માં તેણે ડિજિટલ ડેબ્યૂની જાહેરાત કરી હતી. તે પોતાના ડિજિટલ ડેબ્યૂ અમેઝૉન પ્રાઇમની વેબ સીરીઝ 'ધ એન્ડ' સાથે કરશે. આ એક થ્રિલર એક્શન સીરીઝ હશે.
ADVERTISEMENT
મનોજ વાજપેઇ
અમેઝૉન પ્રાઇમ વીડિયો પર આવનારી વેબ સીરીઝ 'ધ ફેમિલિ મેન' દ્વારા મનોજ વાજપેઇ પોતાનો ડિજિટલ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ સીરીઝ એક મિડલ ક્લાસ મેનની સ્ટોરી છે, જે સ્પેશિયલ એજન્ટ છે. મનોજની આ સીરીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અભિષેક બચ્ચન
ફિલ્મોમાં કંઇ ખાસ ન કરી શકનારા અભિષેક બચ્ચન પણ ટૂંક સમયમાં પોતાનું ડિજિટલ ડેબ્યૂ કરવાનો છે. આ માટે તેણે અમેઝૉન પ્રાઇમની ફ્રેન્ચાઇઝી 'બ્રીધ'ની પસંદગી કરી છે. વર્ષ 2018માં આવેલી આ વેબ સીરીઝને ક્રિટિક્સ અને ચાહકો બન્નેએ વખાણી હતી.
સંયમી ખેર
અભિષેક બચ્ચન સાથે જ 'બ્રીધ સીઝન 2' દ્વારા સંયમી ખેર પણ ડિજિટલ વિશ્વમાં એન્ટ્રી કરી રહી છે. સંયમી આ પહેલા ઓમ પ્રકાશ મેહરાની મિર્ઝિયા કરી ચૂકી છે, જેમાં તેમની સાથે લીડ રોલમાં અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધન કપૂર હતા.
ઇમરાન હાશમી
નેટફ્લિક્સ 27 સપ્ટેમ્બર, 2019ના એક નવી વેબ સીરીઝ રિલીઝ કરી રહ્યો છે. નામ છે 'બૉર્ડ ઑફ બલ્ડ'. આ વેબ સીરીઝમાં ઇમરાન હાશમી લીડ રોલમાં છે. આ તેનો ડિજિટલ ડેબ્યૂ હશે. ઇમરાન આ પહેલા મોટા પડદા પર પોતાને સાબિત કરી ચૂક્યો છે.
આ પણ વાંચો : સઇ બર્વે: આ ચુલબુલી અભિનેત્રીને વ્હાલો છે વરસાદ, કરાવ્યું રેઇન ફોટોશૂટ
શાહરુખ ખાન પણ વેબ વર્લ્ડમાં એન્ટ્રી કરી રહ્યો છે, પણ આ વખતે તે પડદાની પાછળ છે. 27, સપ્ટેમ્બરના રિલીઝ થતી સીરીઝ 'બૉર્ડ ઑફ બલ્ડ'ને શાહરુખ જ પ્રૉડ્યુસ કરી રહ્યો છે. આ સિવાય આવનારા સમયમાં હજી અનેક બોલીવુડ કલાકારો તમને વેબજગતમાં આવતાં જોવા મળશે. જેમાં વિદ્યા બાલનના આવવાની પણ ચર્ચાઓ છે.

