Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > વસુધા નંબર વન અને તુમ સે તુમ તક બીજા નંબર પર

વસુધા નંબર વન અને તુમ સે તુમ તક બીજા નંબર પર

Published : 07 June, 2026 11:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાંબા સમય સુધી દર્શકોનો મનપસંદ રહેલો આ શો હવે TRPમાં પાછળ ધકેલાઈ રહ્યો છે. શો આ વખતે પાંચમા સ્થાને રહ્યો છે. એને આ અઠવાડિયે ૧.૫ રેટિંગ મળ્યું છે.

વસુધા

વસુધા


ટેલિવિઝનની દુનિયામાં દર અઠવાડિયે ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) માટે જોરદાર સ્પર્ધા જોવા મળે છે. આ અઠવાડિયે TRP રેટિંગ્સમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલના આંકડા પ્રમાણે ‘વસુધા’એ શાનદાર પ્રદર્શન કરીને નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે પણ ‘અનુપમા’ અને ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ના રેટિંગમાં ઘટાડો નોંધાયો છે. 
ઝી ટીવીનો લોકપ્રિય શો ‘વસુધા’ આ અઠવાડિયે પણ TRPની રેસમાં સૌથી આગળ રહ્યો છે. આ અઠવાડિયે ‘વસુધા’ને ૧.૯ રેટિંગ મળ્યું છે. ગયા અઠવાડિયે પણ આ શો પ્રથમ સ્થાને હતો. ‘તુમ સે તુમ તક’એ પણ મજબૂત સ્થાન જાળવી રાખ્યું છે. આ શોએ ૧.૮ TRP સાથે બીજું સ્થાન મેળવ્યું છે. ‘ગંગા માઈ કી બેટિયાં’ને ૧.૮ રેટિંગ સાથે ત્રીજું સ્થાન મળ્યું છે. સ્મૃતિ ઈરાનીનો લોકપ્રિય શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ આ વખતે TRPની દોડમાં થોડો પાછળ રહ્યો છે. ગયા અઠવાડિયે ત્રીજા સ્થાને રહેલો આ શો હવે ચોથા નંબરે સરકી ગયો છે. આ અઠવાડિયે એને ૧.૬ રેટિંગ મળ્યું છે. સ્ટાર પ્લસનો લોકપ્રિય શો ‘અનુપમા’ પણ આ અઠવાડિયે ખાસ કમાલ કરી શક્યો નથી. લાંબા સમય સુધી દર્શકોનો મનપસંદ રહેલો આ શો હવે TRPમાં પાછળ ધકેલાઈ રહ્યો છે. શો આ વખતે પાંચમા સ્થાને રહ્યો છે. એને આ અઠવાડિયે ૧.૫ રેટિંગ મળ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK