Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શેવિંગ અને હેર-કટના ચાર્જમાં ૨૦ ટકાનો વધારો

શેવિંગ અને હેર-કટના ચાર્જમાં ૨૦ ટકાનો વધારો

Published : 07 June, 2026 08:04 AM | Modified : 07 June, 2026 12:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકા અને ઈરાનના યુદ્ધને કારણે વાળ કપાવવા અને દાઢી કરાવવા માટે હવે વધારે પૈસા આપવા પડશે: શેવિંગ અને હેર-કટના ચાર્જમાં ૨૦ ટકાનો વધારો, નવો ભાવ અનુક્રમે ૧૨૦ અને ૧૮૦ રૂપિયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતા યુદ્ધના કારણે ક્રૂડ ઑઇલના ભાવમાં વધારાના કારણે પેટ્રોલ-ડીઝલ તો મોંઘાં થયાં જ છે, પરંતુ હવે એની અસર સલૂન પર પણ થશે. મહારાષ્ટ્રના વાળંદ સમાજનું પ્રતિનિધિત્વ કરનારા નાગપુરના મહારાષ્ટ્ર નાભિક મહામંડળ દ્વારા વાળ કપાવવાના અને દાઢી કરવા બદલ વસૂલાતા ચાર્જમાં ૨૦ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવવધારો શનિવારથી લાગુ કરવામાં આવ્યો હતો જેને પગલે હેર-કટ માટે હવે ૧૮૦ રૂપિયા અને દાઢી કરવા માટે ૧૨૦ રૂપિયા ચૂકવવા પડશે. દાઢી ટ્રિમ કરાવવા માટે ૧૫૦ રૂપિયા, હેડ-મસાજ માટે ૧૮૦ રૂપિયા, હેર-વૉશ માટે ૧૨૦ રૂપિયા આપવાના રહેશે. ફેશ્યલ માટે પણ હવેથી ૭૦૦ રૂપિયા તથા હેર-સ્પા માટે ૬૦૦ રૂપિયા ચૂકવવા પડશે. 

મહારાષ્ટ્ર નાભિક મહામંડળના શ્યામ આસ્કરકરે જણાવ્યું હતું કે ‘ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતા યુદ્ધના કારણે અમે જે વસ્તુઓનો ઉપયોગ સલૂનમાં કરીએ છીએ એનો ભાવ વધી ગયો છે તેમ જ અન્ય પ્રોડક્ટ્સ પણ મોંઘી થઈ ગઈ છે. સામાન્ય રીતે અમે બે વર્ષના સમયગાળા બાદ જાન્યુઆરી મહિનામાં અમારા ચાર્જમાં વધારો કરતા હોઈએ છીએ, પરંતુ સલૂનમાં વપરાતાં બધાં મટીરિયલ અને આઇટમ્સનો ભાવ વધી જતાં અમારે હાલ ચાર્જ વધારવો પડ્યો છે. 



મહારાષ્ટ્રનાં એક લાખ સલૂનમાં વધશે ચાર્જ
મહારાષ્ટ્રમાં એક લાખ કરતાં વધારે સલૂન છે અને એ બધાં જ ચાર્જ વધારશે એવો અંદાજ છે. જોકે મહારાષ્ટ્ર નાભિક મહામંડળ મહારાષ્ટ્રનાં લક્ઝરી-પ્રીમિયમ સૅલોંનું પ્રતિનિધિત્વ કરતું નથી એટલે એમાં આ ભાવવધારો લાગુ થશે કે નહીં એ કહી શકાય નહીં. 


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK