સિદ્ધાર્થ હવે કરશે ખતરોં કે ખિલાડી
‘બિગ બૉસ’ની ૧૩મી સીઝનના વિનરે એક શો ફાઇનલ કરી લીધો છે અને એ છે ‘ખતરોં કે ખિલાડી’. બિલકુલ એવું નથી કે આવતા વર્ષે થનારા આ ઍડ્વેન્ચર શોનું લિસ્ટ અત્યારથી બનવું શરૂ થઈ ગયું છે. ના, જરા પણ નહીં, પરંતુ હા, આવતા વર્ષના આ ઍડ્વેન્ચર શોની થીમ નક્કી કરી લેવામાં આવી છે અને એ થીમ મુજબ આવતા વર્ષે ‘ખતરોં કે ખિલાડી’માં ‘બિગ બૉસ’ની હમણાંની સીઝનના વિનર અને અમુક કન્ટેસ્ટન્ટ હશે તો સાથોસાથ અગાઉની સીઝનના વિનર અને કન્ટેસ્ટન્ટ પણ હોઈ શકે છે. કલર્સ ચૅનલ પોતાના શો ‘બિગ બૉસ’માં ફેમ મેળવી ચૂકેલા એ સૌકોઈની ફેમને એનકૅશ કરવા માગે છે જેને લીધે ‘બિગ બૉસ’ સુપરહીટ થયું હતું.
અત્યાર સુધી ‘બિગ બૉસ’ની ૧૩ સીઝન થઈ છે જેમાં બે કન્ટેસ્ટન્ટ સૌથી વધારે હાઇલાઇટ પામ્યા છે. આ બેમાંથી એક સની લીઓની અને બીજો છે સિદ્ધાર્થ. આ બેમાંથી સિદ્ધાર્થનું કન્ફર્મેશન લઈ લેવામાં આવ્યું છે. આ ઉપરાંત બિન્દુ દારાસિંહ સાથે પણ વાત કરવામાં આવી હતી. બિન્દુએ જ સિદ્ધાર્થનું નામ ‘ખતરોં કે ખિલાડી’માં ફાઇનલ થયાના ન્યુઝ ટ્વિટર પર મૂકીને સસ્પેન્સ ખોલી નાખ્યું.

