સિવાય શ્વેતા તિવારીનો એક પુત્ર પણ છે, જેનો જન્મ ૨૦૧૬માં તેના બીજા પતિ અભિનવ કોહલી સાથેનાં લગ્ન પછી થયો હતો.
શ્વેતા તિવારી અને પલક તિવારી
શ્વેતા તિવારી અને પલક તિવારીની જોડી મનોરંજન જગતમાં સૌથી મસ્તીભરી મા-દીકરીની જોડીમાંની એક છે. ‘કસૌટી ઝિંદગી કી’માં પ્રેરણાનું પાત્ર ભજવીને શ્વેતા તિવારી નાના પડદા પર લોકપ્રિય થઈ ગઈ હતી. આ સિરિયલને બંધ થયાને ઘણાં વર્ષો થઈ ગયાં, પરંતુ તેના પાત્રને આજે પણ યાદ કરવામાં આવે છે. શ્વેતાની દીકરી પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી ઍક્ટિંગમાં ડેબ્યુ કર્યું. પલક એ શ્વેતા તિવારીના પહેલા પતિ રાજા ચૌધરીની દીકરી છે. આ સિવાય શ્વેતા તિવારીનો એક પુત્ર પણ છે, જેનો જન્મ ૨૦૧૬માં તેના બીજા પતિ અભિનવ કોહલી સાથેનાં લગ્ન પછી થયો હતો.
હાલમાં શ્વેતા અને પલકે એક ઇન્ટરવ્યુમાં એકબીજાં સાથેના સંબંધો વિશે વાત કરી છે. આ ઇન્ટરવ્યુમાં શ્વેતાએ કહ્યું છે કે તેની દીકરી પલકને શૉપિંગ કરવાની બહુ આદત હતી. પલકની શૉપિંગની આદતને કારણે શ્વેતા તિવારી બીજી પ્રેગ્નન્સી દરમ્યાન પુત્રી ઇચ્છતી નહોતી. શ્વેતાએ વાત-વાતમાં જણાવ્યું કે પલકની સોળમી વર્ષગાંઠે તેણે ૧.૮૦ લાખ રૂપિયાના મેકઅપની ખરીદી કરી હતી. પલકની આ શૉપિંગને યાદ રાખીને શ્વેતા તિવારીએ પોતાના પરિવારને કહ્યું હતું કે તે બીજી વાર પુત્ર જ ઇચ્છે છે, કારણ કે તે વધુ એક પુત્રીનો ખર્ચ નહીં ઉઠાવી શકે.
ADVERTISEMENT
આ ઇન્ટરવ્યુમાં પલકે જણાવ્યું હતું કે તેની મમ્મી શ્વેતા તિવારી એટલી યંગ દેખાય છે કે ક્યારેક તે પોતે જ તેને દીદી કહીને બોલાવે છે. શ્વેતા અને પલકનો સંબંધ માતા-પુત્રીનો હોવા છતાં બેસ્ટ ફ્રેન્ડ્સ જેવો લાગે છે. આ જોડી સોશ્યલ મીડિયા પર રીલ્સ અને ગ્લૅમરસ ફોટોઝ શૅર કરીને લોકોનાં દિલ જીતી લે છે.

