આ શોને કિરણ ખેર, શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને બાદશાહ જજ કરશે.
શિલ્પા શેટ્ટી કુન્દ્રા, બાદશાહ અને કિરણ ખેર
સોની પર હવે ટૂંક સમયમાં ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’ની ૧૦મી સીઝન શરૂ થવાની છે. દેશભરમાંથી આવતા લોકોની ટૅલન્ટ આ શોમાં દેખાશે. આ શોને કિરણ ખેર, શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને બાદશાહ જજ કરશે. તેઓ હળવા મૂડમાં દેખાયાં હતાં. એની નાનકડી વિડિયો ક્લિપ શિલ્પાએ શૅર કરી છે. બાદશાહના સનગ્લાસિસ પર કિરણ ખેર તેની મજાક કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે તે હંમેશાં એકસરખો જ દેખાય છે. તો બીજી તરફ કિરણ ખેરને શિલ્પા કહે છે કે તમે એટલાં સુંદર દેખાઓ છો કે લાગતું જ નથી કે તમે બીમાર છો. આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી, ‘અમે ફરીથી આવી રહ્યાં છીએ. ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’માં અમને જુઓ જલદી જ સોની ટીવી પર.’

