Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > દુનિયાને શાહરુખ ખાન આપનારા શોની ૩૫ વર્ષે સીક્વલ આવશે

દુનિયાને શાહરુખ ખાન આપનારા શોની ૩૫ વર્ષે સીક્વલ આવશે

Published : 16 October, 2024 11:33 AM | Modified : 16 October, 2024 11:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફૌજી 2ની જાહેરાત, અંકિતા લોખંડેનો પતિ હીરો : દૂરદર્શન પર આવશે

વિકી જૈન

વિકી જૈન


શાહરુખ ખાને ૧૯૮૯માં ‘ફૌજી’ શોથી શરૂઆત કરી હતી. તેણે આ શોમાં લીડ રોલ ભજવ્યો હતો. ૩૫ વર્ષ બાદ સીક્વલ સાથે ‘ફૌજી’ શો ટીવી પર પાછો આવી રહ્યો છે. એનું નામ ‘ફૌજી 2’ રાખવામાં આવ્યું છે. શાહરુખ ખાન અભિનીત ‘ફૌજી’નું ડિરેક્શન લેફ્ટનન્ટ કર્નલ રાજ કુમાર કપૂરે કર્યું હતું. આ શો થકી શાહરુખ ખાન ઘરે-ઘરે જાણીતો થયો હતો. ટ્રેડ-ઍનલિસ્ટ તરણ આદર્શે ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર કરેલી પોસ્ટમાં આપેલી જાણકારી મુજબ પ્રોડ્યુસર સંદીપ સિંહે આ શો માટે દૂરદર્શન સાથે કોલૅબરેશન કર્યું છે. ‘ફૌજી 2’માં અભિનેત્રી અંકિતા લોખંડેનો પતિ વિકી જૈન લીડ રોલમાં જોવા મળશે.


‘ફૌજી 2’નું ફૉર્મેટ નવું હશે. એનું ડિરેક્શન અભિનવ પરીક સંભાળશે; જેમાં વિકી જૈનની સાથે ગૌહર ખાન હશે. વિકી જૈન આ શોનો કો-પ્રોડ્યુસર પણ છે. શોનું પ્રીમિયર દૂરદર્શન પર થશે. ‘ફૌજી 2’નો ટાઇટલ ટ્રૅક સોનુ નિગમે ગાયો છે.



શું હતું ફૌજીમાં?



દૂરદર્શન પર પ્રસારિત થયેલી સિરિયલ ‘ફૌજી’માં ઇન્ડિયન આર્મીમાં કમાન્ડો ટ્રેઇનિંગ માટે નવા ભરતી થયેલા સિપાહીઓની વાર્તા હતી. શાહરુખ ખાને એમાં અભિમન્યુ રાયનું પાત્ર ભજવ્યું હતું, જે કહેવાય છે કે ભારતીય સેનાના બૉમ્બે સૅપર્સના લેફ્ટનન્ટ કર્નલ સંજય બૅનરજીથી પ્રેરિત હતું.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2024 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK