Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રાકેશ અને શમિતાના બ્રેકઅપમાં મારો કોઈ હાથ નથી : રિદ્ધિ ડોગરા

રાકેશ અને શમિતાના બ્રેકઅપમાં મારો કોઈ હાથ નથી : રિદ્ધિ ડોગરા

Published : 11 August, 2022 03:35 PM | Modified : 11 August, 2022 05:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયામાં લોકો માની રહ્યા છે કે તેમના બ્રેકઅપ માટે રિદ્ધિ જવાબદાર છે

રિદ્ધિ ડોગરા,રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી

રિદ્ધિ ડોગરા,રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી


રાકેશ બાપટ અને શમિતા શેટ્ટીના બ્રેકઅપ માટે તેની એક્સ-વાઇફ રિદ્ધિ ડોગરાને લોકો ટ્રોલ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં લોકો માની રહ્યા છે કે તેમના બ્રેકઅપ માટે રિદ્ધિ જવાબદાર છે. ‘બિગ બૉસ’ ઓટીટીમાં રાકેશ અને શમિતા પહેલી વખત મળ્યાં હતાં. ત્યાર બાદથી જ તેમની વચ્ચે રિલેશન પાંગર્યા હતા. બન્નેના ફૅન્સને તેમની કેમિસ્ટ્રી ખૂબ પસંદ હતી. જોકે આ સંબંધ આગળ ન વધતાં બન્નેએ સોશ્યલ મીડિયામાં પોતાના બ્રેકઅપ વિશે માહિતી આપી હતી. તેમના ફૅન્સ દોષનો ટોપલો રિદ્ધિ પર ઢોળી રહ્યા છે. એથી કંટાળીને ટ્વિટર પર એક નોટ શૅર કરીને રિદ્ધિએ ટ્વીટ કર્યું કે ‘રાકેશને લઈને ઘણીબધી નાહક વાતો મારા વિશે ફેલાવવામાં આવી રહી છે એ મારા ધ્યાનમાં આવ્યું છે. તમને સૌને જણાવી દઉં કે અમારાં લગ્ન નહોતાં થયાં ત્યારે અને લગ્ન બાદ પણ તે મારો ફ્રેન્ડ હતો. હું હંમેશાં મારા તમામ ફ્રેન્ડ્સને સપોર્ટ કરું છું અને તેઓ જે પણ નિર્ણય લે એના માટે તેમને શુભેચ્છા પણ આપું છું. તમારા સ્ટાર્સ પ્રતિની તમારી જે દીવાનગી છે એ હું સમજી શકું છું. મને જે વગર કારણે ટ્રોલ કરવામાં આવી રહી છે એના માટે દરેકને હું પર્સનલી ગળે ભેટવા માગું છું, કારણ કે હું જાણું છું કે તમને બધાને ખૂબ તકલીફ થઈ છે. જોકે આ આખી સ્થિતિમાં મને વચ્ચે ઘસડવામાં આવી છે એની સાથે મારે કોઈ સંબંધ નથી. એથી મહેરબાની કરીને આ બધી નેગેટિવિટી ફેલાવવાનું બંધ કરો. હું ખરેખર તમને બધાને પ્રેમ મોકલવા માગું છું. આટલા સ્પષ્ટીકરણ બાદ (પ્રામાણિકપણે કહું તો એની જરૂર નહોતી, પરંતુ એટલા માટે આપી કેમ કે એનાથી તમને શાંતિ મળે) પણ જો તમે સતત નેગેટિવ રહેવા માગતા હો અને મને નીચી દેખાડીને તમને આનંદ મળતો હોય તો હું એમાં પણ ખુશ છું. એ જ વસ્તુ તમે ચાલુ રાખો અને ગૉડ બ્લેસ યુ ઑલ.’


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2022 05:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK