આવી રીતે હનુમાને પોતાના ખભા પર રામ-લક્ષ્મણને બેસાડીને કરી હતી શૂટિંગ
રામ, લક્ષ્મણ અને હનુમાન
રાષ્ટ્રીય ચેનલ દૂરદર્શનની પ્રખ્યાત પૌરાણિક સીરિયલ 'રામાયણ' ફરીથી સ્ટાર પ્લસ પર ટેલિકાસ્ટ થઈ રહી છે. દર્શકોને આ સીરિયલ ઘણી પસંદ આવી રહી છે. ત્યારે રામાયણ સીરિયલમાં લક્ષ્મણનું પાત્ર ભજવનારા સુનીલ લહરી આ સીરિયલની શૂટિંગથી જોડાયેલા કિસ્સા અને સ્ટોરી ફૅન્સ સાથે શૅર કરી રહ્યા છે. હાલ એમણે ભગવાન હનુમાનના સીનની શૂટિંગ વિશે જણાવ્યું જ્યારે તેઓ રામજ-લક્ષ્મણને પોતાના ખભા પર બેસાડીને સમુ્દ્ર પાર કરાવે છે.
Ramayan 25 shooting Ke Piche Ki Kuch jankari chatpati baten pic.twitter.com/b3HlH2HZbh
— Sunil lahri (@LahriSunil) May 30, 2020
ADVERTISEMENT
સુનીલ લહરીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એમણે હનુમાન, રામ અને લક્ષ્મણના સીન વિશે જણાવ્યું છે અને કહ્યું, આ સીનને શૂટ કરવામાં ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં, આ સીનને શૂટ કરવુ ઘણું મુશ્કેલ હતું અને એના માટે સ્પેશ્યલ ઈફેક્ટ્સની જરૂરત પણ હતી અને તે સમયે અમારી પાસે ફક્ત ક્રોમા જ હતું. પરંતુ તેમ છતાં સાગર જીએ કહ્યું તેમ, અમે આમ કરતા રહ્યા.
આ પણ જુઓ : 'રામાયણ'ના 'મેઘનાદ'ની બૉલીવુડમાં એન્ટ્રીથી ઉડી ગયા હતા આ સુપરસ્ટારના હોશ
એમણે આગળ કહ્યું કે હનુમાનના જે હાથ હતા, એમના માટે રેમ્પ જેવું બનાવવામાં આવ્યું હતું. એ રેમ્પ પર ચઢીને અમારે જવાનું હતુ. અમે જ્યારે એના પર ચઢી રહ્યા હતા તો એવું લાગતું હતું, કે અમે હનુમાનજીના હાથ ઉપર ચઢી રહ્યા છીએ. તમે જોયું હશે કે હનુમાનજીના હાથમાં એક કડો પણ હતો.
આ પણ જુઓ: અમિતાભ બચ્ચનની હિરોઈન રહી ચૂકી છે 'રામાયણ'ની કૈકેયી, જુઓ તસવીરો
લક્ષ્મણના રોલમાં સુનીલ લહરીએ કહ્યું કે જ્યારે મને અને અરૂણ ગોવિલજીને હનુમાનના ખભા પર બેસવાનું હતુ ત્યારે એ સમયે કઈ સમજણ નહોતી પડતી કે કેવી રીત કરવું છે? જેમ જેમ રામાનંદ સાગરે માર્ગદર્શન આપ્યું, એમ અમે લોકો કરતા ગયા. એમણે કહ્યું કે તમે હનુમાનજી તરફ જુઓ, તો અમે એમની તરફ જોતા, પછી એમણે કહ્યું કે રામ ભગવાન તરફ જુઓ, તો અમે રામ તરફ જોતા. જોઈને સ્માઈલ કરો, પછી નીચે જુઓ. ઘણી ઊંચાઈથી નીચે જોવા પર કેવું દેખાય, એવું રિએક્શન આપવાનું હતું. અંતમાં સુનીલ લહરીએ જણાવ્યું કે, જ્યારે સીનને શૂટ કરી લીધો અને અમે પૂરો સીન જોયો તો વિશ્વાસ જ નહીં થયો કે, અમે ઘણી સારી રીતે શૂટ કર્યું છે. બધાને ઘણી મજા આવી અને સીન ઘણો પસંદ પણ આવ્યો.

