ગૂગલે કરી Bigg Boss 14ના વિનરની જાહેરાત, જાણો કોણ જીતશે ટ્રોફી
તસવીર સૌજન્ય - મિડ-ડે
કલર્સ ટીવીનો ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ (Bigg Boss 14)ના ફિનાલેમાં હજી ત્રણ સપ્તાહ બાકી છે. શૉમાં સલમાન ખાનની ફેવરેટ ડ્રામા ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) ભલે જ બની હોય. પરંતુ દર્શકોને સૌથી વધારે રાહુલ વૈદ્ય (Rahul Vaidya) અને અભિનવ શુક્લા (Abhinav Shukla)ની ગેમ પસંદ આવી રહી છે. એવામાં દર્શકોએ બિગ-બૉસ સીઝન 14ના વિનર વિશે અટકળો શરૂ કરી દીધી છે. કોઈને લાગી રહ્યું છે કે આ વખતે શૉ રાહુલ વૈદ્ય જીતશે તો કોઈને અભિનવ શુક્લાને વિનર તરીકે જોવા માંગે છે. ગૂગલે (ogle)એ ફિનાલે પહેલા જ બિગ-બૉસ 14ના વિનર (Bigg Boss 14 Winner)ની ઘોષણા કરી દીધી છે.
હકીકતમાં જ્યારે ગૂગલ પર બિગ-બૉસ 14ના વિનરનું નામ તમે સર્ચ કરશો, તો તમને એમાં રૂબીના દિલૈક (Rubina Dilaik)નું નામ જોવા મળશે. જોકે રૂબીના દિલૈકનું નામ જોયા બાદ ફૅન્સ આશ્ચર્યમાં મૂકાય ગયા છે. કારણકે વધારે લોકોનું માનવું છે કે બિગ-બૉસ 14નો વિનર રાહુલ વૈદ્ય અથવા તો અભિનવ શુક્લા જ બનવા જોઈએ. એનો અર્થ એ નથી કે રૂબીના શૉ જીતવા લાયક નથી.
ADVERTISEMENT
હાલ બિગ-બૉસ 14ની વાત કરીએ તો, છેલ્લા એપિસોડમાં ઘરના માસ્ટરમાઈન્ડ વિકાસ ગુપ્તા (Vikas Gupta)ને મેકર્સે ઘરની બહારનો રસ્તો બતાવી દીધો છે. વિકાસ ગુપ્તાના ઘરથી બહાર ગયા બાદ શૉમાં સ્પર્ધા હજી કઠિણ થતી જોવા મળી રહી છે. દરેક જણ બિગ-બૉસની ટ્રોફી જીતવા માટે અંત સુધી જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે ગૂગલે પહેલેથી જ શૉના વિનર વિશે ખુલાસો કરી દીધો છે. ગૂગલની વાત કેટલી સાચી છે એ તો તમને ફિનાલે એપિસોડમાં જ ખબર પડી જશે.

