શા માટે કપિલ શર્માએ અક્ષય કુમારને આપ્યું નોટ ગણવાનું મશીન, જુઓ વીડિયો
વીડિયોમાંથી લીધેલો સ્ક્રીન શૉટ
ટીવીના લોકપ્રિય કૉમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં આ અઠવાડિયે એટલે કે પહેલી નવેમ્બરે ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું પ્રમોશન કરવા ફિલ્મની સ્ટારકાસ્ટ અક્ષય કુમાર (Akshay Kumar) કિઆરા અડવાની (Kiara Advani) જોવા મળશે. અક્ષય કુમાર અને કપિલ શર્મા (Kapil Sharma) જ્યારે મળે ત્યારે ખુબ જ મનોરંજન થાય છે. તેથી આ વખતે પણ પ્રેક્ષકોના મનોરંજનની માત્રા બમણી થવા જઈ રહી છે. તાજેતરમાં શોનો પ્રોમો બહાર પડયો છે. જેમાં કપિલ શર્મા અક્ષય કુમારને નોટ ગણવાનું મશીન ગિફ્ટમાં આપે છે.
‘ધ કપિલ શર્મા શો’માં ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું પ્રમોશન કરવા આવેલ અક્ષય કુમાર ઓરેન્જ સૂટમાં ભાગતા ભાગતા શોમાં એન્ટ્રી લે છે. જ્યારે કિઆરા અડવાની મરૂન સાડીમાં જોવા મળે છે. કપિલ શર્મા કહે છે કે, ‘અમારા શોમાં અક્ષય કુમારની સિલ્વર જ્યુબલી છે એટલે બધા તેમની માટે ગિફ્ટ લઈને આવ્યા છે’. પછી શોના બધા સભ્યો અક્ષય કુમાર માટે ગિફ્ટ લઈને આવે છે. ભારતી સિંહે અક્ષયને ગિફ્ટમાં સિલ્વર મગ આપ્યા છે. કૃષ્ણા અભિષેક તેને ઘડિયાળ આપે છે પરંતુ સૌથી મનોરંજક ભેટ કપિલ શર્માની છે. ત્યારે કપિલ શર્મા ટાઈપરાઈટ જેવું દેખાતું એક મશીન અક્ષયને ગીફ્ટમાં આપે છે અને અક્ષય કહે છે, ‘આ છે નોટ ગણવાનું મશીન. પોતાના ઘરેથી લાવીને મને આપ્યું છે. કારણકે ઈન્ડસ્ટ્રીના અડધા પૈસા આ ખાઈ જાય છે’.
ADVERTISEMENT
ઘણા સમય પછી અક્ષય કુમાર અને કપિલ શર્મા સાથે જોવા મળવાના છે. એટલે ખુબ મનોરંજન થશે. જેની દર્શકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ નવ નવેમ્બરે ડિઝની પ્લસ હૉટસ્ટર પર રિલીઝ થશે. ફિલ્મમાં કિઆરા અડવાણી તેની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન રાઘવ લૉરેન્સે કર્યું છે.

