એક્ટર આરતી સિંહે ગુરુવારે રાત્રે મુંબઈમાં બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યાં. સમારોહ બાદ, આરતી સિંહ અને દિપક ચૌહાણ ફોટોઝ માટે બહાર નીકળ્યા અને પાપારાઝીને મીઠાઈઓ વહેંચી. આરતીનો ભાઈ, હાસ્ય કલાકાર કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરા શાહ સમારોહમાં જોડાયાં હતાં. ગોવિંદાએ પણ લગ્નમાં હાજરી આપી હતી. અન્ય મહેમાનોમાં કપિલ શર્મા, અર્ચના પુરણ સિંહ, બિપાશા બાસુ, કરણ સિંહ ગ્રોવર, માહિરા શર્મા, યુવિકા ચૌધરી, દેવોલિના ભટ્ટાચાર્જી પતિ સાથે અને અન્ય ઘણા લોકો સામેલ થયા હતા.
26 April, 2024 05:54 IST | Mumbai