જુર્મ ઔર જઝબાત હોસ્ટ કરશે રોનિત રૉય
જુર્મ ઔર જઝબાત હોસ્ટ કરશે રોનિત રૉય
સૌકોઈ જાણે છે કે રોનિત રૉય હવે ટીવીથી કંટાળ્યો છે. વેબસિરીઝ અને ફિલ્મોમાં પ્રસ્થાપિત થઈ ગયા પછી રોનિત હવે એવી સિરિયલ કરવા માગે છે જે વગર કારણે ખેંચાતી ન હોય અને જે શોમાં કોઈ લૉજિક હોય. રોનિતને લૉજિકવાળો શો મળી ગયો છે. રોનિત રૉય હવે શેમારુ ટીવીનો ક્રાઇમ શો ‘જુર્મ ઔર જઝબાત’ હોસ્ટ કરવાનો છે. આ શો માટે રોનિતે સૌથી પહેલાં ઘટનાઓ મગાવી હતી. શોમાં કેવી ઘટનાઓનો સમાવેશ થવાનો છે એ જોયા પછી રોનિતે શો માટે હા પાડી હતી. રોનિત રૉયે કહ્યું હતું કે ‘આ શો મારા માટે ખાસ છે. પાંચ વર્ષે હું ટીવી પર ફરી આવું છું ત્યારે નૅચરલી એવો જ શો કરવા તૈયાર થઈશ જે મને ડેવલપ કરવાનું કામ કરે અને સાથોસાથ મારા ઑડિયન્સને પણ કંઈ આપવાનું કામ કરે. ‘જુર્મ ઔર જઝબાત’ એવું જ કામ કરે છે.’
રોનિત રૉયનો આ શો દરરોજ રાતે દસ વાગ્યે શેમારુ ટીવી પર જોવા મળશે.

