Disha Vakani’s father died: અભિનેત્રી દિશા વાકાણીના પિતા અને સુપ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું આજે નિધન થયું છે, ૮૪ વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, આજે બપોરે અમદાવાદમાં થશે ભીમ વાકાણીના અંતિમ સંસ્કાર; કલા જગતમાં શોકની લાગણી
દિશા વાકાણીની પિતા ભીમ વાકાણી સાથેની સોશ્યલ મીડિયા પરથી લેવાયેલી તસવીર
ગુજરાતી નાટ્યજગત અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને માથે જાણે દુઃખનો ડુંગર તુટી પડ્યો છે! ટીવીની લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)ની અભિનેત્રી દિશા વાકાણી (Disha Vakani) ઉર્ફ દયા ભાભી (Daya Bhabhi)ના પિતા, જાણીતા રંગકર્મી ભીમ વાકાણી (Bhim Vakani)નું નિધન થયું છે.
૮૪ની વયે ભીમ વાકાણીએ લીધા અંતિમ શ્વાસ
ADVERTISEMENT
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ દિશા વાકાણી (દયા ભાભી) અને મયુર વાકાણી (Mayur Vakani) ઉર્ફ સુંદર (Sundal)ના પપ્પા ભીમ વાકાણીનું ૮૪ની વયે નિધન (Disha Vakani’s father died) થયું છે.
View this post on Instagram
આજે અમદાવાદમાં અંતિમ સંસ્કાર
મળતી માહિતી પ્રમાણે, આજે બપોરે ૨.૩૦ વાગ્યે અમદાવાદ (Ahmedabad) ખાતે આવેલા નિવાસસ્થાનેથી ભીમ વાકાણીની અંતિમ યાત્રા નીકળશે.
દીકરા મયુર વાકાણીએ આપ્યા નિધનના સમાચાર
ભીમ વાકાણીના પુત્ર મયુર વાકાણીએ સોશ્યલ મીડિયા (Social Media) દ્વારા પિતાના નિધનની દુઃખદ માહિતી શેર કરી હતી.
મયુર વાકાણીના જણાવ્યા મુજબ ભીમ વાકાણી આજે સવારે અરિહંત શરણ પામ્યા છે. તેમના પાર્થિવ દેહની અંતિમયાત્રા આજે બપોરે ૨.૩૦ વાગ્યે અમદાવાદના તેમના નિવાસસ્થાનેથી નીકળશે અને થલતેજ સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પરિવારજનો અને નજીકના લોકો અંતિમ વિદાય આપવા માટે ઉપસ્થિત રહેશે.
ભીમ વાકાણીના નિધનથી વાકાણી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
અભિનયને સમર્પિત ભીમ વાકાણીનું જીવન
ભીમ વાકાણીની કારકિર્દી ગુજરાતી રંગભૂમિથી શરૂ થઈ હતી, જ્યાં તેમણે વર્ષો સુધી પોતાની કળાને નિખારવામાં વિતાવ્યા હતા. તેમની સફર આખરે તેમને હિન્દી સિનેમા તરફ દોરી ગઈ, જ્યાં તેઓ લગાન (Lagaan), સ્વદેશ (Swades) અને લજ્જા (Lajja) જેવી જાણીતી ફિલ્મોમાં દેખાયા. ઘણી વાર નાની ભૂમિકાઓમાં જોવા મળતા હોવા છતાં, તેમના અભિનયમાં એક શાંત પ્રમાણિકતા હતી જે લોકોના હૃદય પર ઉંડી છાપ છોડી ગઈ.
રસપ્રદ વાત એ છે કે, જે શોએ તેમની પુત્રી દિશા વાકાણીને ઘર-ઘરમાં જાણીતી બનાવી હતી તે સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક એપિસોડમાં પણ સ્ક્રીન સ્પેસ શેર કરી હતી.. એક યાદગાર એપિસોડમાં, તેમણે માવજી છેડાની ભૂમિકા ભજવી હતી, અને શોના એ એપિસોડમાં પોતાનો ચાર્મ ઉમેરો કર્યો હતો.
સાંસ્કૃતિક જગતમાં ભીમ વાકાણીનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમણે પોતાના જીવન દ્વારા કળાને સમર્પિત કરી અને નવી પેઢીને પ્રેરણા આપી. તેમના નિધનથી સર્જાયેલ ખાલીપો સરળતાથી પૂરો થવાનો નથી.
કલા જગતમાં છવાઈ શોકની લાગણી
પીઢ રંગકર્મી ભીમ વાકાણીના નિધનના સમાચારથી સમગ્ર કલા જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને ચાહકો તેમજ સાથી કલાકારો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
સોશ્યલ મીડિયા પર ચાહકો અને કલાકારો દ્વારા ભીમ વાકાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
