Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઢોલ-નગારાં અને ફૅન્સના ચિયર્સ વચ્ચે વર્લ્ડ કપ રમવા ઇંગ્લૅન્ડ રવાના થઈ ભારતીય મહિલાઓ

ઢોલ-નગારાં અને ફૅન્સના ચિયર્સ વચ્ચે વર્લ્ડ કપ રમવા ઇંગ્લૅન્ડ રવાના થઈ ભારતીય મહિલાઓ

Published : 24 May, 2026 08:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પહોંચતાં પહેલાં ભારતીય મહિલા ટીમને હોટેલની બહાર શાનદાર વિદાય મળી હતી.

ઢોલ-નગારાં અને ફૅન્સના ચિયર્સ વચ્ચે વર્લ્ડ કપ રમવા ઇંગ્લૅન્ડ રવાના થઈ ભારતીય મહિલાઓ

ઢોલ-નગારાં અને ફૅન્સના ચિયર્સ વચ્ચે વર્લ્ડ કપ રમવા ઇંગ્લૅન્ડ રવાના થઈ ભારતીય મહિલાઓ


ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે T20 સિરીઝ અને T20 વર્લ્ડ કપ 2026 માટે ગઈ કાલે ઇંગ્લૅન્ડની ફ્લાઇટ પકડી હતી. ૨૮ મેથી બીજી જૂન વચ્ચે ભારત યજમાન ઇંગ્લૅન્ડ સામે ત્રણ T20 મૅચ રમશે. ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં ૧૨ જૂનથી પાંચમી જુલાઈ દરમ્યાન ભારત સહિત ૧૨ ટીમો વચ્ચે T20નો જંગ જામશે. ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પહોંચતાં પહેલાં ભારતીય મહિલા ટીમને હોટેલની બહાર શાનદાર વિદાય મળી હતી. માથા પર તિલક, ફૅન્સના ચિયર્સ અને ઢોલ-નગારાં વચ્ચે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરવા માટે ભારતીય વિમેન્સ ટીમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. ફ્લાઇટ પકડતાં પહેલાં ભારતીય ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌર અને હેડ કોચ અમોલ મુઝુમદાર શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી લઈને આગામી અભિયાન માટે આશીર્વાદ લેવા પહોંચ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 08:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK