BARC દ્વારા ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)નું લેટેસ્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ યાદી પ્રમાણે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ ૧.૮ રેટિંગ સાથે નંબર વન સ્થાન પર અડીખમ છે.
ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2
ટેલિવિઝન-ઇન્ડસ્ટ્રી માટે મહત્ત્વપૂર્ણ ગણાતી બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)નું લેટેસ્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ યાદી પ્રમાણે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ ૧.૮ રેટિંગ સાથે નંબર વન સ્થાન પર અડીખમ છે. આ યાદીમાં બીજા સ્થાન પર ‘વસુધા’ છે જેને ૧.૭ રેટિંગ મળ્યું છે. આ પછી ત્રીજા સ્થાન પર ૧.૭ રેટિંગ સાથે ‘ગંગા માઈ કી બેટિયાં’ અને ચોથા સ્થાન પર ૧.૬ રેટિંગ સાથે ‘અનુપમા’ છે. પાંચમા સ્થાન પર ‘તુમ સે તુમ તક’ છે જેને ૧.૬ રેટિંગ મળ્યું છે.
