BB 14: ટાસ્કમાં આ ટીમ હારીને થઈ બહાર, નવા સીનિયર્સની અંદર જવાની ચર્ચા
હિના ખાન, ગૌહર ખાન અને સિદ્ધાર્થ શુક્લા
કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 14માં હાલ દર્શકોની રૂચિ ઘણી વધી રહી છે. બિગ-બૉસ 14 શરૂ થઈને બે અઠવાડિયું થઈ ગયું છે અને સીરિયલમાં ગેમ પલટાઈ ગઈ છે. તોફાની સીનિયર્સના રૂપમાં સિદ્ધાર્થ શુક્લા, ગૌહર ખાન અને હિના ખાને બિગ-બૉસ હાઉસમાં એન્ટ્રી મારી છે. બે અઠવાડિયાં ઘરમાં રહ્યા પછી હવે તેમનો બહાર જવાનો વારો આવ્યો છે. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે આ ત્રણેય બહાર નીકળી ગયા બાદ નવા તોફાની સીનિયર્સ ઘરમાં એન્ટ્રી મારી શકે છે.
ADVERTISEMENT
સિદ્ધાર્થ શુક્લાની નવી તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે બિગ બૉસના ઘરની બહાર જોવા મળી રહ્યો છે. ત્રણેય સીનિયર્સ 15 દિવસ સુધી ઘરમાં રહેવાના અહેવાલો સામે આવ્યા હતા, તેથી તેમનો સમય પૂરો થઈ ગયો છે. જે નવા તોફાનસીનિયર્સના ઘરમાં એન્ટ્રી થવાની છે એમાં આસિય રિયાઝ, રશ્મિ દેસાઈ અને પારસ છાબરાનો સમાવેશ થાય છે.
બિગ-બૉસ 14ના નવા પ્રોમોમાં સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાનની વચ્ચે ઘણી બાબતો પર મતભેદ જોવા મળ્યો હતો. હકીકત એક ટાસ્ક માટે ઘરના બધા સીનિયર્સે ફ્રેશર્સ માટે ઘણી મહેનત કરી હતી અને સાથે મળીને તેમણે ટીમ બનાવી હતી. ટાસ્ક દરમિયાન ગૌહર અને સિદ્ધાર્થ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો.
બિગ-બૉસે આપેલા આ ટાસ્ક દરમિયાન ટીમ કઈ આવી રીતે બનવી હતી હિના ખાનની ટીમમાં જાસ્મિન ભસીન, નિશાંત મલકાની, અનુભવ શુક્લા અને રૂબીના દિલૈક સામેલ હતા. તેમ જ ગૌહર ખાનની ટીમમાં જાન કુમાર સાનૂ અને રાહુલ વૈદ્યનો સમાવેશ હતો. સિદ્ધાર્થ શુક્લાની ટીમમાં એજાઝ ખાન, પવિત્રા પુનિયા અને નિક્કી તંબોલી જોડાયા હતા.
ટાસ્કમાં હારી ગઈ સિદ્ધાર્થની ટીમ
બિગ-બૉસ 14ના ફૅનક્લબ પર સામે આવેલા અહેવાલ મુજબ આ ટાસ્કમાં સિદ્ધાર્થ શુક્લાની ટીમ હારી ગઈ છે. આ સાથે જ સિદ્ધાર્થ શુક્લાની ટીમમાં સામેલ એજાઝ ખાન અને પવિત્રા પુનિયાને ઘરથી બેઘર થવું પડશે. નિક્કી તંબોલી ઘરથી બેઘર નહીં થાય કારણકે તે શૉની સૌથી પહેલી કન્ફર્મ કન્ટેસ્ટન્ટ છે. તેમ જ શેહઝાદ દેઓલ પણ ઘરમા રહીને કોઈપણ ટાસ્કનો હિસ્સો નથી. એજાઝ ખાન, પવિત્રા પુનિયા સાથે શેહઝાદ દેઓલ પણ શૉથી બહાર થઈ ગયો છે. આ સમાચાર સાંભળીને બિગ-બૉસના પ્રેમીઓને ઘણો ઝટકો લાગશે. કારણકે એજાઝ અને પવિત્રા પુનિયા શૉના મજબૂત કન્ટેસ્ટન્ટ છે. એવામાં એજાઝ, પવિત્રા અને શેહઝાદને બિગ-બૉસના સીક્રેટ રૂમમાં રાખવાના પણ સમાચાર મળી રહ્યા છે. પરંતુ હજી તેના વિશે કોઈ પુષ્ટિ મળી નથી.

