પોતાની તબિયત વિશે વાત કરતાં આસિફ શેખે કહ્યું હતું કે ‘હું દેહરાદૂનમાં શોનું શૂટિંગ કરી રહ્યો હતો. અચાનક મારા પગ સુન્ન થવા લાગ્યા`
આસિફ શેખ
ટીવી-શો ‘ભાબીજી ઘર પર હૈં’ના ઍક્ટર આસિફ શેખની તબિયત અચાનક લથડી ગઈ હતી એને કારણે તેણે દેહરાદૂનમાં ચાલી રહેલું શોનું શૂટિંગ વચ્ચેથી છોડીને મુંબઈ પાછા ફરવું પડ્યું હતું. ખરાબ તબિયતને કારણે ડૉક્ટરે આસિફ શેખને સંપૂર્ણ બેડ-રેસ્ટની સલાહ આપી છે. એ ઉપરાંત તે હવે થોડા દિવસ સુધી શૂટિંગ કરી શકશે નહીં. આસિફ શેખ ‘ભાબીજી ઘર પર હૈં’ શોમાં વિભૂતિ નારાયણ મિશ્રાની ભૂમિકા ભજવી રહ્યો છે.
પોતાની તબિયત વિશે વાત કરતાં આસિફ શેખે કહ્યું હતું કે ‘હું દેહરાદૂનમાં શોનું શૂટિંગ કરી રહ્યો હતો. અચાનક મારા પગ સુન્ન થવા લાગ્યા અને પછી સાઇટિકાના દુખાવાથી મારી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. મને વ્હીલચૅર પર મુંબઈ લાવવામાં આવ્યો અને હવે ડૉક્ટર્સે મને સંપૂર્ણ બેડ-રેસ્ટની સલાહ આપી છે. ૧૮ માર્ચે મને મુંબઈ લાવવામાં આવ્યો ત્યારથી હું આરામ કરી રહ્યો છું અને મારી ટ્રીટમેન્ટ ચાલી રહી છે. મને લાગે છે કે હજી એકાદ અઠવાડિયા સુધી આરામ કરવો પડશે. જોકે એ પછી આશા છે કે હું કૅમેરા સામે પાછો ફરી શકીશ.’

