પહેલું સુખ તે જાતે નર્યા - સ્વાસ્થ્યની અગત્યતા સમજવામાં હવે આપણે પાછા નથી પડતા. આપણે આપણા સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે કંઇને કંઇ કરતા રહેતા હોઇએ છીએ, ક્યારેક એક ડાયેટ તો ક્યારેક કોઇ ચોક્કસ પ્રકારની એક્સર્સાઇઝ. સેલિબ્રિટીઝ શું કરે છે તે જાણવાની પણ આપણને તાલાવેલી હોય તે સ્વાભાવિક છે કારણકે તેમને માટે પરફેક્ટ દેખાવું તેમના વ્યવસાયનો જ એક ભાગ છે. પરંતુ લાંબા કલાકો ચાલતું શૂટિંગ, જરૂર પડ્યે ઘરથી બહાર રહીને કરવું પડતું કામ, ઊંઘમાં અનિયમિતતા જેવું કેટ કેટલુંય હોવા છતાં સેલિબ્રિટીઝ હંમેશા `અફલાતુન` જ દેખાય છે. એવું કઇ રીતે? આ જ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝ સાથે હેલ્થ ટૉક કરવાનો નિર્ણય કર્યો. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તેમનું ફિટનેસ રૂટિન, તેમની ખોરાકની આદતો અને ગમા-અણગમા સાથે કઇ રીતે રહે છે હંમેશા ચુસ્ત-દુરુસ્ત.
આજે મળો સેલેબ હેલ્થ ટૉકના (Celeb Health Talk) સ્ટાર યશ સોનીને (Yash Soni). યશ સોની (Yash Soni is not only a good actor but also a Fitness Freak) એક સારા અભિનેતાની સાથે ફિટનેસ ફ્રીક પણ છે. તેઓ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર કરતા રહે છે. તેમણે તાજેતરમાં જ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે ખૂબ જ જાણીતી અને લોકપ્રિય થયેલી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે (fakt Mahilao Maate) કરી છે આ પહેલા તેઓ રાડો (Raado) અને નાડીદોષમાં (Naadidosh) તો જોવા મળ્યા જ હતા. યશ સોનીને તેમની ફિલ્મ છેલ્લો દિવસ (Chhello Divas) અને ચાલ જીવી લઈએ (Chaal Jeevi Laiye) દ્વારા એક આગવી ઓળખ મળી છે.
12 October, 2022 08:00 IST | Mumbai | Shilpa Bhanushali