આ વર્ષે સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ રહ્યું અભિનેતા માઈકલ બી. જોર્ડનનું, જેમણે ફિલ્મ ‘Sinners’ માટે Best Actorનો એવોર્ડ જીત્યો. બીજી તરફ દિગ્દર્શક પોલ થોમસ એન્ડરસનની ફિલ્મ ‘One Battle After Another’એ સૌથી મોટો એવોર્ડ Best Picture કુલ છ એવોર્ડ જીતી
‘One Battle After Another’નો દબદબો અને માઈકલ બી. જોર્ડનની જીત આ વર્ષની ઓસ્કાર સમારોહની સૌથી મોટી ચર્ચા બની રહી.
સિનેમા જગતના સૌથી પ્રતિષ્ઠિત સમારોહોમાંના એક એવા 98મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2026નો ભવ્ય કાર્યક્રમ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. આ વર્ષની ઓસ્કાર રાત અનેક રીતે યાદગાર રહી. કેટલીક ફિલ્મોએ મોટા એવોર્ડ્સ પોતાના નામે કર્યા તો કેટલીક જીતોએ ચાહકોને આશ્ચર્યચકિત કર્યા.
આ વર્ષે સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ રહ્યું અભિનેતા માઈકલ બી. જોર્ડનનું, જેમણે ફિલ્મ ‘Sinners’ માટે Best Actorનો એવોર્ડ જીત્યો. બીજી તરફ દિગ્દર્શક પોલ થોમસ એન્ડરસનની ફિલ્મ ‘One Battle After Another’એ સૌથી મોટો એવોર્ડ Best Picture સહિત કુલ છ એવોર્ડ જીતીને આ વર્ષની સૌથી મોટી વિજેતા બની.
ADVERTISEMENT
લોકપ્રિય કોમેડિયન કોનન ઓ’બ્રાયને સતત બીજા વર્ષે ઓસ્કાર સમારોહનું સંચાલન કર્યું હતું. પ્રેઝન્ટર તરીકે પ્રિયંકા ચોપરાએ પણ એક તબક્કે સ્ટેજ શોભાવ્યું હતું.
‘One Battle After Another’ની મોટી જીત
પોલ થોમસ એન્ડરસનની ફિલ્મ ‘One Battle After Another’એ ઓસ્કાર 2026માં દબદબો જમાવ્યો. લિયોનાર્ડો ડિકાપ્રિયોના પ્રભાવશાળી અભિનયથી સજ્જ આ ફિલ્મે Best Picture સહિત કુલ છ એવોર્ડ જીત્યા.
જ્યારે એન્ડરસનને Best Directorનો એવોર્ડ મળ્યો ત્યારે સમગ્ર થિયેટર ઊભું થઈને તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપતું જોવા મળ્યું. આ ફિલ્મ હાલ HBO Max પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે.
માઈકલ બી. જોર્ડનની જીતે સૌનું ધ્યાન ખેંચ્યું
ફિલ્મ ‘Sinners’ પણ આ વર્ષની ઓસ્કાર નાઈટની મોટી હાઇલાઇટ બની. આ ફિલ્મે ચાર કેટેગરીમાં એવોર્ડ જીત્યા. અભિનેતા માઈકલ બી. જોર્ડને Best Actorનો એવોર્ડ જીતીને ચાહકોને ખુશ કરી દીધા.
આ ફિલ્મે Best Original Screenplay, Best Original Score અને Best Cinematography જેવી કેટેગરીમાં પણ ટ્રોફી પોતાના નામે કરી છે. ‘Sinners’ હાલ HBO Max અને Prime Video પર જોવા મળી શકે છે.
‘Hamnet’ અને ‘Weapons’ માટે એક્ટિંગની કેટેગરમાં અપાયા એવોર્ડ
એક્ટિંગની કેટેગરીમાં ફિલ્મ ‘Hamnet’ને મોટી સફળતા મળી. ફિલ્મની મુખ્ય અભિનેત્રીએ Best Actressનો એવોર્ડ જીત્યો છે. આ ફિલ્મ હાલમાં Peacock પ્લેટફોર્મ પર જોઈ શકાય છે.
તે જ સમયે ફિલ્મ ‘Weapons’ માટે અભિનેત્રી એમી મેડિગનને Best Supporting Actressનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ HBO Max પર સ્ટ્રીમ થઈ રહી છે.
એનિમેશન અને ટેક્નિકલ કેટેગરીમાં પણ રસપ્રદ જીત
એનિમેશન કેટેગરીમાં ‘KPop Demon Hunters’એ Best Animated Feature અને તેના ગીત ‘Golden’ માટે Best Original Songનો એવોર્ડ જીત્યો. આ ફિલ્મ હાલમાં Netflix પર ઉપલબ્ધ છે.
બીજી તરફ ફિલ્મ ‘Frankenstein’એ ટેક્નિકલ કેટેગરીમાં પોતાની છાપ છોડી. ફિલ્મે Best Costume Design, Best Makeup & Hairstyling અને Best Production Design સહિત ત્રણ એવોર્ડ જીત્યા છે. આ ફિલ્મ પણ Netflix પર જોઈ શકાય છે.
ડોક્યુમેન્ટરી કેટેગરીમાં ‘Mr. Nobody Against Putin’
વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ફિલ્મ ‘Mr. Nobody Against Putin’એ Best Documentary Featureનો એવોર્ડ જીત્યો છે. આ ડોક્યુમેન્ટરી Apple TV અને Prime Video પર ઉપલબ્ધ છે.
જ્યારે ‘All the Empty Rooms’એ Best Documentary Shortનો એવોર્ડ જીત્યો છે અને તે Netflix પર જોવા મળે છે.
મફતમાં જુઓ આ ઓસ્કાર વિજેતા ફિલ્મ
આ વર્ષની ઓસ્કાર વિજેતાઓમાં એક એવી ફિલ્મ પણ છે જેને તમે મફતમાં જોઈ શકો છો. Best Animated Short Filmનો એવોર્ડ જીતનાર ‘The Girl Who Cried Pearls’ હાલમાં YouTube પર મફતમાં ઉપલબ્ધ છે.
ઓસ્કારમાં શું ઇન્ટ્રેસ્ટિંગ બન્યું?
આ વર્ષની ઓસ્કાર રાતમાં કેટલીક રસપ્રદ ક્ષણો પણ ચર્ચામાં રહી.
Best Live-Action Short Film કેટેગરીમાં વર્ષો પછી ટાઈ જોવા મળી. માયા રુડોલ્ફે સ્ટેજ પરથી પોતાના પાર્ટનર પોલ થોમસ એન્ડરસનને ‘હસબન્ડ’ કહીને સંબોધતા સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જાગી.
આ ઉપરાંત ‘F1: The Movie’એ Best Soundનો એવોર્ડ જીતીને એક્શન ફિલ્મોની મજબૂતી સાબિત કરી.
આ ઓસ્કાર વિજેતા ફિલ્મો ક્યાં જોઈ શકાશે
One Battle After Another HBO Max પર ઉપલબ્ધ છે.
Sinners HBO Max અને Prime Video પર જોઈ શકાય છે.
Hamnet Peacock પર ઉપલબ્ધ છે.
KPop Demon Hunters Netflix પર સ્ટ્રીમ થઈ રહી છે.
Frankenstein Netflix પર ઉપલબ્ધ છે.
Mr. Nobody Against Putin Apple TV અને Prime Video પર ઉપલબ્ધ છે.
The Girl Who Cried Pearls YouTube પર મફતમાં જોઈ શકાય છે.
કુલ મળીને ઓસ્કાર 2026ની રાત ફિલ્મપ્રેમીઓ માટે યાદગાર બની. ‘One Battle After Another’નો દબદબો અને માઈકલ બી. જોર્ડનની જીત આ વર્ષની ઓસ્કાર સમારોહની સૌથી મોટી ચર્ચા બની રહી. ભારતની ફિલ્મ હોમબાઊન્ડ ઓસ્કાર માટે નોમિનેટ થઈ હતી પણ ફાઈનલ ફાઈવની રેસમાં સ્કોર નહોતી કરી શકી.
