ન્યુ યર ઈવના દિવસે વિન્ટર સ્ટૉર્મ આવ્યું હતું અને લગભગ ૩૫,૦૦૦ ઘરની વીજળી જતી રહી હતી.
જેરેમી રનર
‘અવેન્જર્સ’ સિરીઝમાં હૉકાઇનું પાત્ર ભજવતા જેરેમી રનરની હાલત ખરાબ થતાં તેને હૉસ્પિટલમાં ઍરલિફ્ટ કરવામાં આવ્યો છે. તે સર્જરીમાંથી બહાર આવી ગયો છે, પરંતુ હવે ઇન્સેન્ટિવ કૅરમાં છે.
નૉર્ધર્ન નેવાડાના રેનોમાં જેરેમીનું ઘર આવેલું છે. તે ત્યાં ન્યુ યર સેલિબ્રેટ કરવા માટે ગયો હતો. જોકે ન્યુ યર ઈવના દિવસે વિન્ટર સ્ટૉર્મ આવ્યું હતું અને લગભગ ૩૫,૦૦૦ ઘરની વીજળી જતી રહી હતી.
ADVERTISEMENT
અતિશય સ્નો હોવાથી ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. કાર પાર્ક કરી હોય તો એના પર બે-ત્રણ ફુટનો બરફ જામી ગયો હતો. આથી ઘણો બરફ હોવાથી તે જ્યારે બરફને દૂર કરી રહ્યો હતો ત્યારે ઠંડી લાગી જતાં તેની હાલત કફોડી બની ગઈ હતી.
તેને સીધો હૉસ્પિટલમાં ઍરલિફ્ટ કરવામાં આવ્યો હતો. તેની હેલ્થ ક્રિટિકલ હતી. જોકે હવે તે સર્જરીમાંથી બહાર આવી ગયો છે. વેધરને લઈને તેને બ્લન્ટ ચેસ્ટ ટ્રૉમા અને ઑર્થોપેડિક ઇન્જરી થઈ હતી. આ માટે તેની ફૅમિલીએ ડૉક્ટર્સ, સ્ટાફ, રેનો સિટીના મેયર અને શેરિફથી લઈને દરેક વ્યક્તિનો આભાર પણ માન્યો છે.