Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી મુવી લવર્સ માટે મે મહિનો મજેદારઃ દર અઠવાડિયે આવશે નવી ગુજરાતી ફિલ્મ

ગુજરાતી મુવી લવર્સ માટે મે મહિનો મજેદારઃ દર અઠવાડિયે આવશે નવી ગુજરાતી ફિલ્મ

Published : 01 May, 2024 04:00 PM | IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

Upcoming Gujarati Films: મે મહિનામાં આવી રહી છે પાંચ ગુજરાતી ફિલ્મ, કોણ કરશે દર્શકોના દિલ પર રાજ અને કોણ મારશે બૉક્સ ઑફિસની બાજી તે છે જોવા જેવું

ફિલ્મનાં પોસ્ટર્સ (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)

ફિલ્મનાં પોસ્ટર્સ (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)


કી હાઇલાઇટ્સ

  1. મે મહિનામાં પાંચ ગુજરાતી ફિલ્મો રિલીઝ થશે
  2. દરેક ફિલ્મનો વિષય છે જુદો
  3. ગુજરાતી ફિલ્મના દર્શકોને વેકેશનમાં જલસો પડશે

ગુજરાતી ફિલ્મ્સ (Gujarati Films) માટે વર્ષ ૨૦૨૪ની શરુઆત ધમાકેદાર થઈ હતી. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઘણી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી. હવે આ મહિનામાં પણ કંઈક એવું જ થવાનું છે. મે મહિનામાં પણ અનેક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે.


વર્ષ ૨૦૨૪માં ગુજરાતી ફિલ્મોની બાબતે જાન્યુઆરી જબરજસ્ત રહ્યો હતો. કારણકે જાન્યુઆરીમાં પાંચ ફિલ્મો રિલીઝ થઈ હતી. ૫ જાન્યુઆરીના રોજ કૃષ્ણદેવ યાજ્ઞિક (Krishnadev Yagnik) ની ફિલ્મ ‘ડેની જીગર – એકમાત્ર…’ (Danny Jigar – Ek Matra) રિલીઝ થઈ હતી. જેમાં યશ સોની (Yash Soni) અને તર્જની ભાડલા (Tarjanee Bhadla) મુખ્ય ભૂમિકામાં હતા. પછી ૧૨ જાન્યુઆરીએ શત્રુધ્ન ગોસ્વામી (Shatrughan Goswami) ની ‘પ્રેમ નો પડકાર’ (Prem No Padkar) રિલીઝ થઈ હતી. જેમાં હીતુ કનોડિયા (Hitu Kanodia) અને મમત સોની (Mamta Soni) મુખ્ય ભૂમિકામાં હતા. ત્યારબાદ ૧૯ જાન્યુઆરીએ મંથન પુરોહિત (Manthan Purohit), અભિન્ન શર્મા (Abhinn Sharma) ની રોનક કામદાર (Raunaq Kamdar) માનસી પારેખ (Mansi Parekh) સ્ટારર ‘ઇટ્ટા કિટ્ટા’ (Ittaa Kittaa) રિલીઝ થઈ હતી. તે જ દિવસે એટલે કે ૧૯ જાન્યુઆરીએ દર્શન અશ્ચિન ત્રિવેદી (Darshan Ashwin Trivedi) ની અભિનય બેન્કર (Abhinay Banker), શ્રદ્ધા ડાંગર (Shraddha Dangar) અને ભવ્યા શિરોહી (Bhavya Sirohi) અભિનિત ‘મારા પપ્પા સુપરહિરો’ (Mara Pappa Superhero) રિલીઝ થઈ હતી. તે પછી ૨૬ જાન્યુઆરીએ ભાવિન ત્રિવેદી (Bhavin Trivedi) ની ફિલ્મ મુક્તિઘર (Muktighar) રિલીઝ થઈ હતી. જેમાં રાગી જાની (Ragi Jani) અને ચૈતન દૈયા (Chetan Daiya) સહિત અન્ય સ્ટાર્સ હતા.



એ જ રીતે ગુજરાતી ફિલ્મો માટે ફેબ્રુઆરી ફેન્ટાસ્ટિક હ્યો હતો. ફેબ્રુઆરીમાં સૌથી પહેલા ધ્રુનાદ (Dhrunad) ની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘કમઠાણ’ (Kamthaan) રિલીઝ થઈ હતી. જેમાં હિતુ કનોડિયા (Hitu Kanodia), સંજય ગોરડિયા (Sanjay Goradia), અરવિંદ વૈદ્ય (Arvind Vaidya), દર્શન જરીવાલ (Darshan Jariwala) મુખ્ય ભૂમિકામાં હતા. તે પછી ૯ ફેબ્રુઆરીએ મલ્હાર ઠાકર (Malhar Thakar), પૂજા જોષી (Puja Joshi) અભિનિત રાહુલ ભોલે (Rahul Bhole) અને વિનિત કનોજીયા (Vinit Kanojia) ની ફિલ્મ ‘લગન સ્પેશ્યલ’ રિલિઝ થઈ હતી. આ જ દિવસે શાહબાઝખાન પઠાણ (Shahbazkhan Pathan) ની પ્રેમ થાય છે એક જ વાર (Prem Thaay Chhe Ek J Vaar) અને હિતેશ બેલદાર (Hitesh Beldar) ની ‘રમત રમડે રોમાન્સ’ (Ramat Ramade Romance) પણ રિલીઝ થઈ હતી. ત્યારબાદ ૧૬ ફેબ્રુઆરીએ વિજયગીરી બાવા (Vijaygiri Bava) ની ‘કસૂંબો’ (Kasoombo) રિલીઝ થઈ હતી. જેમાં ધમેન્દ્ર ગિહિલ (Dharmendra Gohil), રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, દર્શન પંડ્યા (Darshan Pandya) અને મોનલ ગજ્જર (Monal Gajjar) સહિત અનેક સેલેબ્ઝ હતા. તે પછી ૨૩ ફેબ્રુઆરીએ રિષિલ જોષી (Rishil Joshi) ની હિતુ કનોડિયા, નિલમ પંચાલ (Niilam Paanchal) અભિનિત ‘નાસૂર’ ( Nasoor) રિલીઝ થઈ હતી.


માર્ચ મહિનામાં મલ્હાર ઠાકર અને યુક્તિ રાંદેરિયા (Yukti Randeria) અભિનિત પ્રિત (Preet) ની વેનિલા આઇસ-ક્રીમ (Vanila Ice-cream) સિવાય કોઈ ખાસ ગુજરાતી ફિલ્મ રિલીઝ નહોતી થઈ. તો એપ્રિલમાં એકપણ ગુજરાતી ફિલ્મ રિલીઝ નથી થઈ.

એટલે મે મહિનો ગુજરાતી ફિલ્મની ઑડિયન્સ માટે મજેદાર રહેવાનો છે. કારણે મે મહિનામાં પાંચ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. આ મહિનામાં દર અઠવાડિયે એક નવી ફિલ્મ રિલીઝ થવાની છે. જોઈએ આ ફિલ્મો વિશે વિગરવાત…


૧. જગત – ૩ મે ૨૦૨૪

હર્ષિલ ભટ્ટ (Harshil Bhatt) લિખિત દિગ્દર્શિત અને કૃષ્ણદેવ યાજ્ઞિક (Krishnadev Yagnik) એ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ `જગત` (Jagat) ૩ મે ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં યશ સોની (Yash Soni), ચેતન દૈયા (Chetan Daiya) અને રિદ્ધિ યાદવ (Riddhi Yadav) મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. જેની વાર્તા ચાઇલ્ડ ટ્રાફિકિંગના મુદ્દાની આસપાસ ફરે છે. ફિલ્મમાં એક 12 વર્ષનો છોકરો સ્કૂલે જવા ઘરેથી નીકળે છે પણ તે સ્કૂલે પહોંચતો નથી અને અચાનક ગાયબ થઈ જાય છે. આ બાળકનું કોઈએ અપહરણ કર્યું છે કે પછી કોઈએ તેનો જીવ લઈ લીધો છે તેની આસપાસ આખી વાર્તા છે. આ ફિલ્મમાં યશ સોની બાળકની શો કરતા પોલીસની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash Soni (@actoryash)

૨. એસટુજીટુ – ૧૦ મે ૨૦૨૪

મૌલિક ચૌહાણ (Maulik Chauhan), કથા પટેલ (Katha G Patel), શ્રેય મારડિયા (Shrey Maradiya), પ્રિયલ ભટ્ટ (Priyal Bhatt) અને અર્ચન ત્રિવેદી (Archan Trivedi) અભિનિત ફિલ્મ ‘એસટુજીટુ’ (S2G2) ૧૦ મેના રોજ થિયેટરમાં રિલીઝ થશે. ફન અને ફેશનના મુદ્દાને આવરી લેતી ફિલ્મનું ટ્રેલર આજે જ રિલીઝ થયું છે. ટ્રેલર પરથી સમજી શકાય છે કે, એક્શન પેક્ડ કૉમેડી ફિલ્મ ફેશન ઈન્ડસ્ટ્રીમાં જવા માગતી છોકરી અને તેના કિડનેપિંગની આસપાસ ફરે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mingle with Star (@minglewithstar)

૩. અજબ રાતની ગજબ વાત – ૧૭ મે ૨૦૨૪

૧૭ મેના બે ફિલ્મ રિલીઝ થાય છે. જેમાંથી એક છે, ડૉક્ટર જયેશ પર્વ (Jayesh Parva) ની ‘અજબ રાત ની ગજબ વાત’ (Ajab Raat Ni Gajab Vaat). ભવ્ય ગાંધી (Bhavya Gandhi), આરોહી પટેલ (Aarohi Patel), દીપ વૈદ્ય (Deep Vaidya), હર્ષ (Harsh Thakkar) અને રાધિકા બારોટ (Radhika Barot) મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું હજી સુધી માત્ર મોશન પોસ્ટર જ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ વિશે વધુ માહિતી નથી. આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન પ્રેમ ગઢવી (Prem Gadhvi) એ કર્યું છે. યુવા કલાકરોને ચમકાવતી આ ફિલ્મ વિશેદર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pavra Entertainment (@pavra_entertainment)

૪. સમંદર - ૧૭ મે ૨૦૨૪

૧૭ મેના રોજ રિલીઝ થતી બીજી ફિલ્મ એટલે વિશાલ વડાવાલા (Vishal Vada Vala) ની ‘સમંદર’ (Samandar). મયુર ચૌહાણ (Mayur Chauhan), જગજીતસિંહ વાઢેર (Jagjeet Singh Vadher), ધર્મેન્દ્ર ગોહિલ (Dharmendra Gohil), ચેતન ધનાણી (Chetan Dhanani), રીવા રાચ્છ (Reeva Rachh), કલ્પના ગાગડેકર ચારા (Kalpana Gagdekar Chhara) ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ સમદંર પર રાજ કરતા બે ગેંગસ્ટર ઉદય અને સલમાનની વાર્તાની આસપાસ ફરે છે. જેનું ટ્રેલર ખુબ જ પ્રોમિસિંગ છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KP & UD Motion Pictures (@kpandud.pictures)

૫. ઝમકુડી – ૩૧ મે ૨૦૨૪

ઉમંગ વ્યાસ (Umang Vyas) દિગ્દર્શિત ફિલ્મ `ઝમકુડી` (Jhamkudi) ૩૧ મેના રોજ રિલીઝ થશે. ફિલ્મ હૉરર કૉમેડી છે. આ ફિલ્મમાં માનસી પારેખ (Manasi Parekh) ની સાથે ગુજરાતી ઈન્ફ્લુઅન્સર વિરાજ ઘેલાણી (Viraj Ghelani) ડેબ્યૂ કરી રહ્યો છે.આ ફિલ્મનું ટિઝર થોડાક દિવસ પહેલાં જ રિલીઝ થયું છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manasi Parekh (@manasi_parekh)

જ્યારે એક જ મહિનામાં આટલી બધી ફિલ્મ રિલીઝ થતી હોય ત્યારે ખરેખર જોવાનું રહેશે કે કઈ ફિલ્મ દર્શકોને આકર્ષવમાં સફળ રહે છે અને બૉક્સ ઑફિસ પર કમાલ કરે છે.

તો તમે આ મહિને કઈ ગુજરાતી ફિલ્મ જોવા જશો? `જગત`, `એસટુજીટુ`, `અજબ રાતની ગજબ વાત`, `સમંદર` કે પછી `ઝમકુડી`? નિરાંતે નક્કી કરજો અને મજેદાર મેનો લાભ લેજો.

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 04:00 PM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK