Tiku Talsania Health Update:
ટીકુ તલસાણીયા અને મલ્હાર ઠાકર (ફાઇલ તસવીર)
બૉલિવૂડની અનેક સુપરહિટ ફિલ્મો હોય કે પછી પ્રખ્યાત ટીવી સિરિયલ્સ માં જોવા મળેલા ગુજરાતી એક્ટર ટીકુ તલસાણીયાની તબિયત (Tiku Talsania Health Update) ખૂબ જ લથડી ગયા હોવાના સમાચાર આવી રહ્યા છે. ટીકુ તલસાણીયાની તબિયતને લઈને અનેક સેલેબ્સ અને તેમના ફૅન્સે ચિંતા વ્યક્ત કરતાં તેઓ જલદીથી સ્વસ્થ્ય થઈ જાય જે માટે પ્રાર્થના કરી રહ્યા છે. જોકે હાલમાં ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકરએ ટીકુ તલસાણીયાની તબિયત બાબતે મહત્ત્વની માહિતી તેના સોશિયલ મીડિયા પર શૅર કરી છે.
ગુજરાતી અભિનેતા ટીકુ તલસાણીયાની (Tiku Talsania Health Update) તબિયત ગઈકાલે અચાનક બગડી ગઈ હતી. જે બાદ તેમને ગંભીર હાલતમાં મુંબઈની પ્રખ્યાત કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિગ્ગજ અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હોવાની ચર્ચા હતી પણ તેમને બ્રેન સ્ટ્રોક થયો હોવાની પુષ્ટિ તેમના પરિવારે કરી હતી. ટીકુ તલસાણીયાની તબિયત હવે સારી છે, એવી માહિતી વચ્ચે ગુજરાતી ફિલ્મોના અભિનેતા મલ્હાર ઠાકરએ ટીકુ તલસાણીયાના સ્વાસ્થ્ય બાબતે તેમની સાથે વાત કરી હતી અને તેઓ પહેલા કરતાં સ્વસ્થ્ય હોવાની માહિતી આપી છે.
ADVERTISEMENT
મલ્હાર ઠાકરએ (Tiku Talsania Health Update) તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરતા લખ્યું કે, “હમણાં જ શ્રી `ટીકુ તલસાણીયા` સાથે પેર્સનલી વાત થઇ ગઈ છે, એમની હેલ્થ એકદમ ટકાટક ઘોડા જેવી છે ! ખુશ ખુશાલ છે અને એમને જે થયું હતું એ હાર્ટ એટેક નહિ પણ મગજમાં ANEURYSM થયું હતું, તેઓ હવે એકદમ ઓલ રાઈટ છે!! અને એમણે આપ સૌની પ્રાર્થના માટે આભાર માન્યો છે!! “
ટીકુ તલસાણિયાના એક્ટિંગ કરિયર વિશે વાત કરીતે તો તેમને 1986માં પ્યાર કે દો પલ ફિલ્મથી બૉલિવૂડ ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. ટીકુ તલસાણિયાએ થિયેટર કલાકાર દીપ્તિ (Tiku Talsania Health Update) સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો છે જેમાં દીકરાનું નામ રોહન અને દીકરીનું નામ શિખા છે. શિખા તલસાણિયા કરીના કપૂર સાથે ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં જોવા મળી હતી. આ સાથે તેઓએ સલમાન ખાન અને શાહરુખ ખાન સહિતના અનેક મોટા બૉલિવૂડ સ્ટાર્સ સાથે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે, જેના માટે તેમણે ઘણી પ્રશંસા પણ મેળવી છે. તેમણે અંદાજે 250 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લે ટીકુ તલસાણીયા હાલની અભિનેતા રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો’માં જોવા મળ્યા હતા.
વરિષ્ઠ અભિનેતા ટીકૂ તલસાણિયાએ ટેલિવિઝન જગતમાં પણ મોટું યોગદાન આપ્યું હતું. તેમણે સજન રે ફિર ઝૂટ મત બોલો, યે ચંદા કાનૂન હૈ, એક સે બઢકર એક અને જમાના (Tiku Talsania Health Update) બદલ ગયા હૈ જેવા ઘણા લોકપ્રિય શૉમાં કામ કર્યું. તેમના અંગત જીવન વિશે વાત કરીએ તો, ટીકૂ તલસાણિયાએ દીપ્તિ સાથે લગ્ન કર્યા છે, જેની સાથે તેમને બે બાળકો છે, એક પુત્ર, સંગીતકાર રોહન તલસાણિયા અને એક પુત્રી, અભિનેત્રી શિખા તલસાણિયા, જેમણે વીરે દી વેડિંગ, કુલી નંબર 1 અને આઈ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. હેટ લવ સ્ટોરીઝમાં પણ તેમણે કામ કર્યું છે.