Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ ગુજરાતી ફિલ્મ “હાહાકાર” બનાવી અને બોક્સ ઓફિસ પર હાહાકાર મચી ગયો

પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ ગુજરાતી ફિલ્મ “હાહાકાર” બનાવી અને બોક્સ ઓફિસ પર હાહાકાર મચી ગયો

Published : 13 December, 2024 05:12 PM | IST | Ahmedabad
Bespoke Stories Studio | bespokestories@mid-day.com

સંજય સોનીએ પ્રોડ્યુસર તરીકે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે પ્રોડયુર બનવા પાછળનું સૌથી મોટું પ્રેરકબળ હોય તો શાહરુખ ખાનની 1992ની ”દીવાના” ફિલ્મ.

પ્રૉડ્યુસર તરીકે સંજય સોનીની પહેલી ગુજરાતી ફિલ્મે બૉક્સ ઑફિસ પર મચાવ્યો`હાહાકાર`

પ્રૉડ્યુસર તરીકે સંજય સોનીની પહેલી ગુજરાતી ફિલ્મે બૉક્સ ઑફિસ પર મચાવ્યો`હાહાકાર`


“હાહાકાર” થકી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રાણ પૂરનાર પ્રોડ્યુસર સંજય સોનીએ પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું કે, દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એમ મારી સફળ પ્રોડ્યુસરની કારકિર્દી પાછળ એક સફળ “પ્રોડ્યુસર સ્ત્રી” એટલે કે મારી પત્ની કૃપા સોનીનો હાથ છે.  હાહાકાર ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થઇ તે બદલ હું દુનિયાભરના ગુજરાતીઓનો આભારી છું જ પરંતુ સૌથી વધુ આભાર મારી પત્ની તેમજ પ્રોડ્યુસર કૃપા સોનીનો માનું છું. તેણે પડદાં પાછળ રહીને હંમેશા મને સપોર્ટ કર્યો છે.


હાહાકાર એક પણ હિરોઈન વગરની અને લવસ્ટોરી વગરની ગુજરાતી ફિલ્મ હતી એટલે શરૂઆતમાં થોડી શંકા થઇ કે લવ સ્ટોરી કે હિરોઈન વગર કોઈ પણ ફિલ્મ હીટ જવી શક્ય છે? પરંતુ ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકરના ગાઈડન્સ તેમજ પવન શુક્લાની જુગાડુ મીડિયાની ટીમ  અને મયંક ગઢવીની અદ્ભૂત એક્ટિંગથી મારો વિશ્વાસ અને જુસ્સો વધ્યો.



મારા પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે. 1992માં શાહ રૂખ ખાનનું ”દીવના” મુવીનું શૂટિગ ચાલી રહ્યું હતું અને લાખોનું ટોળું શૂટિંગ જોવા ઉમટ્યું હતું અને એક ખૂણામાં ખુરશી પર પ્રોડ્યુસર શાંતિથી ફિલ્મ નિહાળી રહ્યા હતા અને સ્પોટ બોય તેની ખાતિરદારી કરવા ખડેપગ ઊભાં હતા. બસ એ જ દિવસથી મેં પ્રોડ્યુસર બનવાનું સપનું જોયું અને આજે હાહાકાર ફિલ્મ થકી મેં મારૂં સપનું સાકાર કર્યું.


આજે હું તમને પ્રોડ્યુસર તરીકેની ચેલેન્જ શેર કરું. અમારૂ “મધરો દારૂ” ગીત ઇન્ટરનેટ પર છવાઈ ગયું હતું અને લાખો લોકો સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી રહ્યાં હતા. હવે પ્રોડ્યુસર તરીકે મારી આ પ્રથમ ફિલ્મ હતી. ગીત હિટ જવાને કારણે અમારી કોર ટીમ ડાયરેક્ટરથી લઈને એક્ટર સુધી એ કહ્યું કે રિલીઝ ડેટ પાછળ ખેંચીએ. જો હું આ વાતને લઈને હસ્તક્ષેપ કરેત અને મેં ઉપરવટ જઈને વહેલી ફિલ્મ રિલીઝ કરી હોત તો આટલો પ્રતિસાદ ન મળેત. હું માનું છું કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભરપૂર ટેલેન્ટ છે, ડાયરેક્ટથી લઈને એક્ટરને પોતાની ક્રિએટિવિટી માટે છૂટ આપવાની જરૂર છે.

પ્રોડ્યૂસર તરીકે જે રીતે મને પ્રેમ અને સહકાર મળી રહ્યો છે તે પ્રમાણે હવે મારી જવાબદારી બને છે કે હું મારા ગુજરાતી ઓડિયન્સને આવી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ આપું અને ફિલ્મ થકી ગુજરાતી ભાષાને વધુ ને વધુ પ્રાધાન્ય આપું.


સંજય સોનીની સફરની વધુ જાણકારી માટે, તેની ઇન્સ્ટાગ્રામ રીલ તપાસો: https://www.instagram.com/reel/C-4j1epvFAk/?igsh=c3ZmcGV3eGZndXB3

Whatsapp-channel Whatsapp-channel

13 December, 2024 05:12 PM IST | Ahmedabad | Bespoke Stories Studio

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK