ગોળકેરી ફિલ્મ હવે આવશે OTT પર, મલ્હાર ઠાકરે શૅર કરી પોસ્ટ
મલ્હાર ઠાકરે શૅર કરી પોસ્ટ, ગોળકેરી હવે ઓટીટી પર
સંબંધોના તાણાવાણામાં ગુંથાયેલી ફિલ્મ ગોળકેરી ટૂંક સમયમાં જ OTT પ્લેટફૉર્મ પર આવવાની છે તેવી જાહેરાત ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકરે પોતે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી શૅર કરી છે.
નોંધનીય છે કે આ ફિલ્મ જ્યારે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી ત્યારે ખૂબ જ લોકપ્રિય થઈ હતી અને આ ફિલ્મ OTT પ્લેટફૉર્મ પર ક્યારે રિલીઝ થશે તેની રાહ લોકો આતુરતાથી જોઇ રહ્યા હતા. ત્યારે મલ્હાર ઠાકરના ચાહકો માટે આનંદના સમાચાર છે કે તેમની ફિલ્મ ગોળકેરી ટૂંક સમયમાં જ એટલે 29 મેના રોજ એમેઝૉન પ્રાઇમ વીડિયોઝ પર સ્ટ્રીમ કરવામાં આવશે.
ADVERTISEMENT
મલ્હાર ઠાકરે આ વિશે માહિતી આપતાં પોસ્ટ શૅર કરી છે જેમાં તેમણે કૅપ્શન આપ્યું છે કે, "તમે , હું અને આપણે સૌ રાહ જોતા હતાં કે ક્યારે OTT પર આવશે #ગોળકેરી ..☺️ આગમન દિવસ - 29th May 2020 ?? @primevideoin"
નોંધનીય છે કે ગોળકેરી ફિલ્મ વિરલ શાહે ડાઇરેક્ટ કરી છે. ફિલ્મના ડાયલૉગ અને સ્ક્રીનપ્લે વિરલ શાહ અને અમાત્ય ગોરડિયાએ લખ્યા છે. તો અભિનેત્રી અને ગાયક તરીકે પોતાની જાતને સાબિત કરી ચૂકેલી માનસી આ ફિલ્મમાં પ્રૉડ્યુસર તરીકેની જવાબદારી પણ નિભાવી રહી છે.