ગુજરાતી ‘લક્ષ્મીકાંત-પ્યારેલાલ’ની જોડી કહેવાતા ‘મહેશ-નરેશ’ કનોડિયાનું અવસાન થયું છે. પહેલાં 25 ઓક્ટોબરે સિંગર-મ્યુઝિશિયન એવા મહેશ કનોડિયાનું નિધન થયું અને આજે એટલે કે 27 ઓક્ટોબરે તેમના ભાઈ તથા ગુજરાતી ફિલ્મોના ‘નરેશ’ એવા નરેશ કનોડિયાનું નિધન થયું છે. કદાચ ઈશ્વરને પણ સ્વર્ગમાં આ બેલડીનું સંગીત સાંભળવાની ઈચ્છા થઈ હોય શકે, તેવું લાગી રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં મહેશ અને નરેશનાં નામથી આ જોડી પ્રખ્યાત હતી. આ જોડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને માત્ર દેશ જ નહીં, પરંતુ વિદેશની ધરતી પર પણ આ જોડીએ ગુજરાતી ગીતોને નામના અપાવી હતી અને પર્ફોર્મન્સ કર્યા હતા. એક જ અઠવાડિયામાં બન્ને ભાઈનાં નિધનથી માત્ર તેમના પરિવાર જ નહીં, પરંતુ ઢોલીવૂડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બન્ને ભાઈનાં જન્મ વચ્ચે છ વર્ષનું અંતર હતું, પરંતુ તેમનાં નિધનમાં માત્ર બે દિવસનું અંતર છે. તેમની વિદાયથી જાણે એક યુગનો અંત થઈ ગયો છે. ગુજરાતી સેલેબ્ઝ અને કલાકારોનું પણ આ જ માનવું છે. આ બેલડીના જવાથી આખી ગુજરાતી ઈન્ડસ્ટ્રી શોકમાં છે અને તેમને શ્રદ્ધાંજલી આપી છે.
(તસવીર સૌજન્ય: સેલેબ્ઝની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી, પોસ્ટ)
27 October, 2020 07:33 IST