નવી ગુજરાતી ફિલ્મોની OTT પ્લેટફોર્મ પર આતુરતાથી રાહ જોવાય છે
'ગોળકેરી' અને 'ચાલ જીવી લઈએ' ફિલ્મનું પોસ્ટર
કોરોના વાયરસ (COVID-19)ને કારણે લાગૂ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. લગભગ છેલ્લા બે મહિનાથી બધું જ કામકાજ બંધ છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું પણ કામ ઠપ થઈ ગયું છે. ફિલ્મો અને સિરિયલના શુટિંગ અટકી ગયા છે. થિયેટરો બંધ હોવાથી જે ફિલ્મોના શુટિંગ થઈ ગયા હતા તેમાંથી કેટલીક ફિલ્મોને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્માતાઓએ નિર્ણય લીધો હતો. જેનાથી પ્રેશ્રકોનું ઘણું મનોરંજન થાય છે. એટલે ગુજરાતી ફિલ્મિ રસીકો પણ એવી અપેક્ષા રાખીને બેઠા છે કે ગુજરાતી ફિલ્મો પણ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
થોડાક દિવસો પહેલા 'ગુજરાતી મિડડે.કૉમ'એ તેના ફેસબુક પેજ પર એક પોલ કર્યો હતો કે, શું આ ક્વોરન્ટાઈન ટાઈમમાં 'ચાલ જીવી લઈએ' અને 'ગોળકેરી' જેવી ગુજરાતી ફિલ્મો OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવી જોઈએ? ત્યારે 95 ટકા લોકોએ કહ્યું હતું કે, હા આ બધી ગુજરાતી ફિલ્મોને પણ ઉપલબ્ધ કરવી જ જોઈએ.
ADVERTISEMENT
ગુજરાતી મિડડે.કૉમને એ જણાવતા આનંદ થાય છે કે આ પોલનો ફિલ્મ મેકર્સ અને નિર્માતાઓ પર બહુ પ્રભાવ પડયો હતો અને તેઓ ચોક્કસ આ બાબતે કંઈક વિચારશે તેવો પ્રતિસાદ પણ આપ્યો હતો. મલ્હર ઠાકર અને માનસી પારેખ અભિનિત ફિલ્મ 'ગોળકેરી'ના સુત્રો જણાવ્યું હતું કે. ટુંક સમયમાં જ પ્રેક્ષકોની આતુરતાનો અંત આવશે અને ફિલ્મ OTT પ્લેટફોર્મ પર અવેલેબલ થશે.
લૉકડાઉન લાગૂ કરાયું અને થિયેટરો બંધ થયા એ પહેલા થિયેટરોમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોની યાદીમાં 'ગોળકેરી'નો સમાવેશ છે. જ્યારે હવે ગુજરાતી ફિલ્મો OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે તેવા સામાચારો આવ્યા છે એટલે પ્રેક્ષકો ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

