સોશ્યલ મીડિયામાં બ્રેક લેવા વિશે ઝીનત અમાને કહ્યું...
ઝીનત અમાન
ઝીનત અમાન સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે. યુવાઓને બોલ્ડ સલાહ પણ તે આપે છે. જોકે તેમણે સોશ્યલ મીડિયામાંથી બ્રેક લીધો છે. એનું કારણ તે જણાવે છે કે તે પોતાનો ચહેરો જોઈને કંટાળી ગઈ છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઝીનત અમાને કૅપ્શન આપી, ‘મેં સોશ્યલ મીડિયામાંથી વગર કોઈ પ્લાન બ્રેક લીધો છે, કારણ કે હું મારો ચહેરો જોઈને કંટાળી ગઈ હતી. મેં જ્યારે કરીઅરની શરૂઆત કરી એ સમય હાલના સમય કરતાં તદ્દન અલગ હતો. ૭૦ના દાયકામાં જે પ્રકારે મારી રહેણીકરણી હતી એ અલગ હતી. ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાએ ખૂબ પ્રશંસનીય કાર્યો કર્યાં છે. એના લાભ અને ગેરલાભ બન્ને છે. સોશ્યલ મીડિયાએ ફેમસ થવાના વિચારને પણ અમુક હદે ફાયદો પહોંચાડ્યો છે. આજે થોડીઘણી ટૅલન્ટ, નસીબ અને સ્માર્ટફોનથી કોઈ પણ કરીઅર બનાવી શકે છે. અગાઉના સમયમાં એવું શક્ય નહોતું. સોશ્યલ મીડિયામાં ઘોંઘાટ ખૂબ છે પરંતુ સાથે જ ટૅલન્ટ પણ જોવા મળે છે, જેમને એક પ્લૅટફૉર્મ મળ્યું છે. સાથે જ ઑનલાઇન થતા ટ્રોલિંગને લઈને પણ હું ખૂબ સાવધાની રાખું છું. કેટલાક એવા લોકો હોય છે જે ઑનલાઇન બફાટ કરે છે, પરંતુ સામે કહેવાની હિમ્મત તેમનામાં હોતી નથી. નાની-નાની વાતો માટે લોકોને નીચું દેખાડવું અને તેમને બદનામ કરવાનું મારા સ્વભાવમાં નથી. લોકોના વિચાર અલગ-અલગ હોય છે એ સ્વીકારવું રહ્યું.’

