આ ચર્ચાને ફિલ્મની ઍક્ટ્રેસ તારા સુતરિયાએ ખોટી ગણાવીને કહ્યું છે કે એ ૪ જૂને જ રિલીઝ થશે
ફિલ્મ ‘ટૉક્સિક’ ૪ જૂને રિલીઝ થવાની છે
યશની આવનારી ફિલ્મ ‘ટૉક્સિક’ માટે ફૅન્સ ભારે ઉત્સાહિત છે. જોકે ફિલ્મની રિલીઝ-ડેટ વારંવાર આગળ ધકેલાઈ રહી હોવાની ચર્ચાને કારણે ચાહકો થોડા ચિંતિત પણ બન્યા હતા. ‘ટૉક્સિક’ પહેલાં ૧૯ માર્ચે ‘ધુરંધર : ધ રિવેન્જ’ સાથે રિલીઝ થવાની હતી, પરંતુ બૉક્સ-ઑફિસ ક્લૅશથી બચવા માટે નિર્માતાઓએ એની તારીખ આગળ ધકેલી દીધી હતી. હવે ફિલ્મ ૪ જૂને રિલીઝ થવાની છે. વચ્ચે ફરી એક વાર રિલીઝ પોસ્ટપોન કરવાની ચર્ચાઓ ઊઠી હતી, પરંતુ હવે આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
હવે ફિલ્મની લીડ ઍક્ટ્રેસ તારા સુતરિયાએ સ્પષ્ટતા કરી છે કે ‘ટૉક્સિક’ પોતાની નક્કી થયેલી તારીખે જ રિલીઝ થશે. તારાએ સ્પષ્ટતા કરી છે કે ફિલ્મને આગળ પોસ્ટપોન કરવાની કોઈ યોજના નથી અને એ ૪ જૂને જ આવશે.
