સલમાન ખાનની કિક 2માં જોવા મળશે રકુલ પ્રીત સિંહ?
સલમાન ખાનની કિક 2માં જોવા મળશે રકુલ પ્રીત સિંહ?
સાજિદ નડિયાદવાલાની ‘કિક 2’માં રકુલ પ્રીત સિંહ જોવા મળે એવી શક્યતા છે. ૨૦૧૪માં આવેલી ‘કિક’ની આ સીક્વલ છે. એ ફિલ્મમાં સલમાન ખાન, જૅકલિન ફર્નાન્ડિસ, રણદીપ હુડા અને નવાઝુદ્દીન સિદ્દિકી લીડ રોલમાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મની સીક્વલની તેમના ફૅન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘કિક 2’ને લઈને હંમેશાં એવી અટકળો વહેતી હોય છે કે આ ફિલ્મમાં સલમાન સાથે જૅકલિન રોમૅન્સ કરતી જોવા મળવાની છે. જોકે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ ફિલ્મમાં તેમની સાથે રકુલ પણ જોવા મળશે. મેકર્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. આ વર્ષના અંતમાં ‘કિક 2’ રિલીઝ કરવામાં આવે એવી પણ શક્યતા છે.

