વિજય સેતુપતિની 2024ની હિટ ફિલ્મ ‘મહારાજા’ની સીક્વલ ‘મહારાજા 2’ પર કામ શરૂ થઈ ગયું છે. વિજય સેતુપતિએ પોતે ફિલ્મની પુષ્ટિ કરી છે. મૂળ તામિલ ફિલ્મની હૉલીવુડ રીમેકના અધિકારો પણ વેચાઈ ચૂક્યા છે.
વિજય સેતુપતિ
વિજય સેતુપતિને લીડ રોલમાં ચમકાવતી ‘મહારાજા’ ૨૦૨૪માં રિલીઝ થઈ ત્યારે ખૂબ ચર્ચામાં રહી હતી. મૂળ તામિલ ભાષામાં બનેલી આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સુપરહિટ રહી હતી. હાલમાં સમાચાર હતા કે ફિલ્મના હૉલીવુડ રીમેકના અધિકારો વેચી દેવામાં આવ્યા છે. હવે ખબર પડી છે કે આ ફિલ્મની સીક્વલ પણ આવી રહી છે. હાલમાં વિજય સેતુપતિએ કન્ફર્મ કર્યું છે કે ‘મહારાજા 2’ પર કામ ચાલી રહ્યું છે.
અંદાઝ અપના અપના 2 ક્યારેય નહીં બને
ADVERTISEMENT
ફિલ્મમેકર રાજકુમાર સંતોષીએ સ્પષ્ટ કર્યું કે તેમની આગામી ફિલ્મ અદા અપની અપની સીક્વલ નથી
૧૯૯૦ની ‘અંદાઝ અપના અપના’ને આજે પણ યાદ કરવામાં આવે છે. સલમાન ખાન અને આમિર ખાનની આ ફિલ્મની સીક્વલને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. હવે ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ ‘અંદાઝ અપના અપના 2’ને લઈને સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે ભવિષ્યમાં આ ફિલ્મ જોવા નહીં મળે કારણ કે પોતે એ બનાવશે જ નહીં. પોતાના પ્લાનિંગ વિશે વાત કરતાં રાજકુમાર સંતોષીએ કહ્યું હતું કે ‘હું સીક્વલ બનાવવામાં વિશ્વાસ રાખતો નથી. મારી આગામી ફિલ્મ પણ કૉમેડી-ઍડ્વેન્ચર હશે અને એમાં સંગીત તથા હ્યુમરનો અંદાજ ‘અંદાઝ અપના અપના’ જેવો જ જોવા મળશે. આ નવી ફિલ્મનું નામ ‘અદા અપની અપની’ છે. જોકે એની વાર્તા અને પાત્રો ‘અંદાઝ અપના અપના’થી એકદમ અલગ હશે.’
કરીના કપૂરનો નાનો દીકરો અદ્દલ મમ્મીની કાર્બન-કૉપી
ગઈ કાલે કરીના કપૂરની ૪૬મી વર્ષગાંઠ હતી. તેના જન્મદિવસ નિમિત્તે બૉલીવુડની અનેક હસ્તીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દિવસે તેની બહેન કરિશ્મા કપૂરે સોશ્યલ મીડિયા પર બન્ને બહેનોના બાળપણનો એક જૂનો અને ખાસ ફોટો શૅર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ પોસ્ટમાં બહેનો વચ્ચેના પ્રેમભર્યા સંબંધની ઝલક જોવા મળી હતી, પણ ફોટોએ ચાહકોનું ધ્યાન અન્ય કારણસર ખેંચાયું. સોશ્યલ મીડિયા પર લોકોને કરીનાના બાળપણના ચહેરા અને તેના નાના દીકરા જેહના ચહેરા વચ્ચે ગજબનું સામ્ય જોવા મળ્યું અને અનેક ચાહકોએ કમેન્ટ કરી કે બાળપણની કરીના અને જેહ એકદમ સરખાં લાગે છે.
પૉટરી શીખવાની વર્ષો જૂની ઇચ્છા પૂરી કરી ક્રિતી સૅનને
ક્રિતી સૅનન નવી-નવી વસ્તુઓ શીખવાની શોખીન છે. હાલમાં તેણે પૉટરી પર હાથ અજમાવાની વર્ષો જૂની ઇચ્છા પૂરી કરીને એની તસવીરો પણ પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં ક્રિતીએ કૅપ્શન લખી હતી કે ‘વર્ષોથી તમે જે કામ કરવા કે શીખવા માગો છો, જે દર વર્ષે તમારા ‘આ વર્ષે કરવાનાં કામો’ની યાદીમાં સામેલ થાય છે પણ એના માટે તમે ક્યારેય સમય કાઢી શકતા નથી... એને ફરી એક વાર ‘એક દિવસ કરીશ’ કહેવાને બદલે આજના દિવસને તમારો ‘પહેલો દિવસ’ બનાવો. મારી યાદીમાં પણ એક એવી વસ્તુ હતી અને એ હતી પૉટરી. નવી સ્કિલ શીખવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. મને સતત કંઈક નવું શીખતા રહેવું અને મારી જાતને ‘વર્ક ઇન પ્રોગ્રેસ’ તરીકે જોવી ગમે છે.’
શિબાની અખ્તરે પતિ ફરહાન અખ્તર જેવું જ ટૅટૂ કરાવ્યું
ઍક્ટ્રેસ અને મૉડલ શિબાની અખ્તરે પતિ અને અભિનેતા-ડિરેક્ટર ફરહાન અખ્તર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાની એક ખાસ રીત પસંદ કરી છે. ફરહાને લગભગ ૨૦ વર્ષ પહેલાં જેવું ડૉલ્ફિન ટૅટૂ કરાવ્યું હતું એવું જ ટેટૂ શિબાનીએ તાજેતરમાં પોતાના હાથ પર કરાવ્યું છે. શિબાનીએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે પોતાના હાથ પર ડૉલ્ફિન ટૅટૂ કરાવતી જોવા મળે છે. વિડિયોના અંતમાં ફરહાન પણ પોતાનું આ ડૉલ્ફિન ટૅટૂ ફ્લૉન્ટ કરતો જોવા મળે છે.
