Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણની ક્રાઇમ બ્રાન્ચે ૪૦ લાખની લૂંટનો કેસ ૨૪ કલાકમાં ઉકેલ્યો

કલ્યાણની ક્રાઇમ બ્રાન્ચે ૪૦ લાખની લૂંટનો કેસ ૨૪ કલાકમાં ઉકેલ્યો

Published : 22 September, 2026 08:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬ આરોપીઓની ધરપકડ સાથે ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી જપ્ત કરેલી માલમતા.

ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી જપ્ત કરેલી માલમતા.


કલ્યાણ-વેસ્ટમાં રીજન્સી પ્લાઝામાં આવેલી ક્રાન્તિ ફૂડ એજન્સીના બે કર્મચારીઓ પાસેથી ૧૫ સપ્ટેમ્બરે બપોરે ૪૦ લાખ રૂપિયાની રોકડ લૂંટીને ફરાર થઈ ગયેલા ૬ આરોપીઓની કલ્યાણની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બપોરે બન્ને કર્મચારી ૪૦ લાખ રૂપિયા રોકડા બૅન્ક ઑફ બરોડાની બ્રાન્ચમાં જમા કરાવવા જઈ રહ્યા હતા. આ દરમ્યાન બે મોટરસાઇકલ પર આવેલા ૪ જણે કર્મચારીઓની સ્કૂટીને લાત મારીને તેમને નીચે પાડી દીધા હતા અને તેમની મારપીટ કરીને પૈસા ભરેલી બૅગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની બાઝારપેટ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કામે લાગ્યા હતા.

કલ્યાણની ક્રાઇમ બ્રાન્ચના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ સાથે અમે પણ સમાંતર તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન અમારી ટીમે ટેક્નિકલ ઍનૅલિસિસ અને ગુપ્ત બાતમીદારોની મદદથી લૂંટ કરનાર તેમ જ લૂંટનો માસ્ટરમાઇન્ડ પ્લાન ઘડનાર ૬ આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં સમીર શેખ, આફતાબ ખાન, શાહનવાઝ અન્સારી, શોએબ શેખ, મુઝાહિદ ખાન અને શાહિદ શેખનો સમાવેશ છે. આરોપીઓ પાસેથી લૂંટાયેલી રોકડ રકમ અને ગુનામાં વપરાયેલી બે મોટરસાઇકલ મળીને કુલ ૩૬,૪૮,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ આ મામલે આગળની તપાસ ચાલુ છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK