આ ફિલ્મો બાદ જાણ થઈ કે લોકોની પસંદગી હવે બદલાઈ ગઈ છે:આયુષ્માન ખુરાના
આ ફિલ્મો બાદ જાણ થઈ કે લોકોની પસંદગી હવે બદલાઈ ગઈ છે:આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે ‘વિકી ડોનર’ અને ‘દમ લગાકે હઈશા’ જેવી ફિલ્મો કર્યા બાદ જાણ થઈ કે લોકોની ફિલ્મોની પસંદગીમાં પરિવર્તન આવી ગયું છે. ૨૦૧૨માં આવેલી ‘વિકી ડોનર’ દ્વારા આયુષ્માને ઍક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ૨૦૧૫માં તેની ‘દમ લગાકે હઈશા’ રિલીઝ થઈ હતી. આ બન્ને ફિલ્મોને લઈને આયુષ્માને કહ્યું હતું કે ‘ફિલ્મ ‘વિકી ડોનર’ અને ‘દમ લગાકે હઈશા’ની સફળતા બાદ જાણ થઈ કે લોકોને હવે થિયેટરમાં કંઈક નવું જોવાની ઇચ્છા છે અને તેમની પસંદગી પણ બદલાઈ ગઈ છે. તેમને ફિલ્મોમાં કંઈક અલગ પ્રકારનું જોડાણ જોઈએ છે. કોઈ મુદ્દા પર વાતચીત થાય, ચર્ચા થાય અને તેઓ જ્યારે ઘરે જાય તો પોતાની સાથે કોઈ ખાસ સામાજિક સંદેશ લઈને જાય. ‘દમ લગાકે હઈશા’ બાદ મેં કદી પણ પાછળ ફરીને નથી જોયું. મારી કરીઅરની અને મારી લાઇફની આ હંમેશાંથી સુપર સ્પેશ્યલ ફિલ્મ રહેશે. જે ફિલ્મોની પસંદગીથી ચર્ચાને વેગ મળે એવી ફિલ્મોની પસંદગી કરીને મને એ વાતનો ભરોસો બેઠો કે હું યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છું. હું પ્રોડ્યુસર આદિત્ય ચોપડા સર, ડિરેક્ટર મનીષ શર્મા અને શરત કટારિયાએ આપેલી આ ફિલ્મ માટે હંમેશાં તેમનો ઋણી રહીશ.’

