તેમણે લગ્ન માટે ‘ધ ઑબેરૉય સુખવિલાસ સ્પા ઍન્ડ રિસૉર્ટ્સ’ બુક કરવાની ચર્ચા છે
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી
ચંડીગઢમાં લગ્ન કરશે સિદ્ધાર્થ અને કિયારા?
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ચંડીગઢમાં લગ્ન કરે એવી શક્યતા વર્તાઈ રહી છે. તેમણે લગ્ન માટે ‘ધ ઑબેરૉય સુખવિલાસ સ્પા ઍન્ડ રિસૉર્ટ્સ’ બુક કરવાની ચર્ચા છે. આ એ જ સ્થળ છે કે જ્યાં રાજકુમાર રાવ અને પત્રલેખાએ લગ્ન કર્યાં હતાં. સિદ્ધાર્થ અને કિયારાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાની ચર્ચા છે. જોકે કઈ તારીખે લગ્ન કરશે એના વિશે ચોક્કસ માહિતી નથી. આ બન્ને ગોવામાં લગ્ન કરવાનું વિચારી રહ્યાં હતાં, પરંતુ સિદ્ધાર્થ પંજાબી હોવાથી તેમણે ચંડીગઢમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. ટૂંક સમયમાં જ તેમનાં પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થશે.
ADVERTISEMENT
ઑસ્ટ્રિયા ડાયરી

સોનમ કપૂર આહુજા તેના હસબન્ડ આનંદ એસ. આહુજા સાથે ઑસ્ટ્રિયામાં ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહી છે. આ બન્નેએ ૨૦૧૮માં લગ્ન કર્યાં હતાં. સોનમે આ વર્ષે ઑગસ્ટમાં દીકરાને જન્મ આપ્યો છે. તેનું નામ વાયુ રાખવામાં આવ્યું છે. હાલમાં સોનમ અને આનંદ ટૂર પર નીકળ્યાં છે. ત્યાંના ફોટો સોનમે શૅર કર્યા છે. એક ફોટોમાં તે આનંદને કિસ કરી રહી છે તો સાથે જ કુદરતી સૌંદર્યથી ભરપૂર ફોટો પણ તેણે શૅર કર્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનમે કૅપ્શન આપી હતી, ‘મારા એન્જલ હસબન્ડ સાથે મૉર્નિંગ વૉક પર નીકળી છું. છેલ્લા થોડા મહિનાઓથી મેં તને ખરેખર પ્રશંસનીય અને અદ્ભુત પાર્ટનર તરીકે ઓળખ્યો છે. તારા જેવો હસબન્ડ મળ્યો એટલે હું પોતાને લકી માનું છું. પોતાની જરૂરિયાત કરતાં પણ મને મહત્ત્વ આપવા માટે, મારી હેલ્થ અને ખુશીઓને લઈને દરકાર લેનાર આનંદ આહુજા, તારો આભાર. હું જાણું છું કે તું ગ્રેટ ડૅડી છે, પરંતુ તું એ જાણે છે કે એક સમજદાર પિતા બનવા કરતાં પણ પહેલાં તું એક સારો હસબન્ડ છે. આઇ લવ યુ.’
મમ્મીના માર અને માલિશમાં સુકૂન છે : વિકી કૌશલ

વિકી કૌશલનું કહેવું છે કે તેને મમ્મીના હાથના માર અને તેલ માલિશમાં રાહત મળે છે. વિકીએ એક વિડિયો ક્લિપ શૅર કરી છે, જેમાં તેની મમ્મી તેના માથામાં તેલમાલિશ કરી રહી છે અને વિકીને એનો ખૂબ આનંદ આવી રહ્યો છે. વિકીની મમ્મી વીમા કૌશલનો ગઈ કાલે બર્થ-ડે હતો. એથી એ ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિકીએ કૅપ્શન આપી હતી, ‘હૅપી બર્થ-ડે મા. આપકી માર ઔર માલિશ દોનોં મેં સુકૂન હૈ. લવ યુ.’


