મોદીને પાછળ છોડ્યા સુશાંતે
સુશાંત સિંહ રાજપૂત
સર્ચ એન્જિન યાહૂ ઇન્ડિયાના 2020ના લિસ્ટમાં સુશાંત સિંહ રાજપૂતને સૌથી વધુ લોકોએ સર્ચ કર્યો છે. તમામ પર્સનાલિટીમાં નંબર વન હોવાની સાથે મેલ સેલિબ્રિટીઝમાં પણ તે નંબર વન પર છે. 2017 બાદ પહેલી વાર નરેન્દ્ર મોદી આ તમામ પર્સનાલિટીના લિસ્ટમાં બીજા ક્રમે આવ્યા છે. તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ફીમેલ સેલિબ્રિટીઝના લિસ્ટમાં પહેલા ક્રમે અને ત્યાર બાદ કંગના રનોટ, દીપિકા પાદુકોણ, સની લીઓની અને પ્રિયંકા ચોપડા જોનસનો નંબર આવે છે. મેલ લિસ્ટમાં સુશાંત બાદ અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, સલમાન ખાન, ઇરફાન અને રિશી કપૂરનું નામ આવે છે. ઇન્ડિયાની તમામ પર્સનાલિટીમાં પણ સુશાંત સિંહ રાજપૂત પહેલા ક્રમે છે.
ઇન્ડિયાની સૌથી વધુ સર્ચ પર્સનાલિટી
ADVERTISEMENT
1. સુશાંત સિંહ રાજપૂત
2. નરેન્દ્ર મોદી
3. રિયા ચક્રવર્તી
4. રાહુલ ગાંધી
5. અમિતા શાહ
6. ઉદ્ધવ ઠાકરે
7. અરવિંદ કેજરીવાલ
8. મમતા બૅનરજી
9. અમિતાભ બચ્ચન
10. કંગના રનોટ

