Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઘાતક ઘુસકે મારેગામાં સની દેઓલ કરશે ભરપૂર ઍક્શન

ઘાતક ઘુસકે મારેગામાં સની દેઓલ કરશે ભરપૂર ઍક્શન

Published : 01 September, 2026 10:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સની દેઓલ અને રાજકુમાર સંતોષી ફરી એક વાર ‘ઘાતક ઘુસકે મારેગા’ માટે સાથે આવી રહ્યા છે. ફિલ્મનું નામ ૧૯૯૬ની ‘ઘાતક’ની યાદ અપાવે છે, પરંતુ ડિરેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે આ સીક્વલ નથી, જોકે સની એ જ બનારસના પાત્રમાં જોવા મળશે.

ઘાતક ઘુસકે મારેગામાં સની દેઓલ કરશે ભરપૂર ઍક્શન

ઘાતક ઘુસકે મારેગામાં સની દેઓલ કરશે ભરપૂર ઍક્શન


સની દેઓલ અને રાજકુમાર સંતોષીએ તાજેતરમાં ફિલ્મ ‘બટવારા 1947’માં સાથે કામ કર્યું હતું. જોકે આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી. હવે આ જોડી ‘ઘાતક ઘુસકે મારેગા’ નામની ફિલ્મમાં સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનું નામ સાંભળીને ૧૯૯૬ની સુપરહિટ ફિલ્મ ‘ઘાતક’ની યાદ જરૂર આવે છે, પણ ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ એની સીક્વલ નથી.
‘ઘાતક ઘુસકે મારેગા’ વિશે વાત કરતાં રાજકુમાર સંતોષીએ કહ્યું હતું કે ‘સની અને હું અનેક વાર્તાઓ પર કામ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં એની સત્તાવાર જાહેરાત કરીશું. ‘ઘાતક ઘુસકે મારેગા’માં સની ભરપૂર ઍક્શન કરતો જોવા મળશે. આ સીક્વલ નથી, પણ એમાં એ જ પાત્ર જોવા મળશે જે બનારસનું છે. સનીના ચાહકો માટે આ ફિલ્મમાં જબરદસ્ત ઍક્શન, દમદાર ડાયલૉગ્સ અને ઊંડી લાગણીઓનું મિશ્રણ હશે.’

અદા અપની અપની પર પણ ચાલી રહ્યું છે કામ



રાજકુમાર સંતોષી હાલ કૉમેડી-ઍડ્વેન્ચર ફિલ્મ ‘અદા અપની અપની’ પર પણ કામ કરી રહ્યા છે. ફિલ્મના નામ અને પ્રકારને કારણે એની તુલના ૧૯૯૪ની આમિર ખાન અને સલમાન ખાનને લીડ રોલમાં ચમકાવતી ‘અંદાઝ અપના અપના’ સાથે થઈ રહી છે. જોકે રાજકુમાર સંતોષીએ સ્પષ્ટ કહ્યું હતું કે ‘અદા અપની અપની’ કોઈ સીક્વલ નથી. આ ફિલ્મ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘આ ફિલ્મની કહાની સંપૂર્ણપણે અલગ છે. માત્ર કૉમેડી અને ઍડ્વેન્ચર સ્ટાઇલ સમાન છે. અમે સીક્વલ બનાવવા માગતા નહોતા, કારણ કે ‘અંદાઝ અપના અપના’ની વાર્તા ફિલ્મમાં જ પૂરી થઈ ગઈ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2026 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK