એંશીના દાયકામાં ઉછરેલા દરેક માણસ માટે "વાગલે કી દુનિયા" એખ ખાસ સિરીયલ રહી છે. જાણીતા કાર્ટુનિસ્ટ આર કે લક્ષ્મણના પાત્ર કોમન મેનથી પ્રેરિત આ ધારવાહિક લોકોની સાંજ સુધારતું. વાગલે કી દુનિયાનું પાત્ર ભજવનારા અંજન શ્રીવાસ્તવ સિરિયલ્સ અને ફિલ્મોના રસિયાઓ માટે જરાય અજાણ્યું નામ નથી. તેમના હાવભાવ, પાત્ર સાથેનું તાદાત્મ્ય આજે ચાળીસી વટાવી ચુકેલા દરેકને યાદ હશે. તાજેતરમાં જ અંજન શ્રીવાસ્તવનો 74મો જન્મદિવસ ઉજવાયો. મજાની વાત એ છે કે જુના વાગલેકી દુનિયાના અભિનેતાઓની સાથે આ ઉજવણીમાં ભળ્યા નવી વાગલે કી દુનિયાના અભિનેતાઓ. વાગલે કી દુનિયા સિરિયલને જેડી મજીઠિયાએ પુનર્જન્મ આપ્યો છે. અંજનજીના પરિવાર અને ખાસ મિત્રો સાથેની આ સાંજ યાદગાર રહી - જુઓ તેનો પુરાવો તસવીરોમાં.
03 June, 2022 05:03 IST | Mumbai