Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિલીઝના બે મહિના પહેલાં જ લાગ્યા કિંગના વિશાળ કટઆઉટ્સ

રિલીઝના બે મહિના પહેલાં જ લાગ્યા કિંગના વિશાળ કટઆઉટ્સ

Published : 01 November, 2026 10:23 AM | Modified : 01 November, 2026 10:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મની રિલીઝને હજી બે મહિના બાકી છે, પણ એનો ક્રેઝ રસ્તાઓ પર પણ દેખાવા લાગ્યો છે. આ ફિલ્મના પ્રમોશન માટે અનેક જગ્યાએ શાહરુખના વિશાળ કટઆઉટ્સ લગાવવામાં આવ્યા છે. આ સિવાય દેશભરનાં અનેક થિયેટરોની બહાર પણ શાહરુખના કટઆઉટ્સ જોવા મળે છે.

`કિંગ’નો રિલીઝ પહેલાં જ ક્રેઝ

`કિંગ’નો રિલીઝ પહેલાં જ ક્રેઝ


૨૪ ડિસેમ્બરે રિલીઝ થનારી શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ને લઈને ચાહકોમાં અત્યારથી જ જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મની રિલીઝને હજી બે મહિના બાકી છે, પણ એનો ક્રેઝ રસ્તાઓ પર પણ દેખાવા લાગ્યો છે. આ ફિલ્મના પ્રમોશન માટે અનેક જગ્યાએ શાહરુખના વિશાળ કટઆઉટ્સ લગાવવામાં આવ્યા છે. આ સિવાય દેશભરનાં અનેક થિયેટરોની બહાર પણ શાહરુખના કટઆઉટ્સ જોવા મળે છે. થિયેટરોમાં લગાવવામાં આવેલા આ ભવ્ય કટઆઉટ્સ અને એ એની આસપાસ ઊમટી રહેલા ચાહકોના ઉત્સાહ પરથી સ્પષ્ટ થાય છે કે ‘કિંગ’ રિલીઝ પહેલાં જબરદસ્ત પ્રમોશનનું પ્લાનિંગ કરી રહી છે.

શાહરુખ ખાનની કિંગએ રિલીઝ પહેલાં કરી ૧૭૫ કરોડ રૂપિયાની રેકૉર્ડબ્રેક ડીલ



૨૦૨૩માં શાહરુખ ખાનની ‘પઠાન’, ‘જવાન’ અને ‘ડંકી’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મો આવી હતી અને હવે ત્રણ વર્ષના વિરામ બાદ શાહરુખની ‘કિંગ’ રિલીઝ થવાની છે અને એને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. રિપોર્ટ પ્રમાણે સુપરસ્ટારની આગામી ફિલ્મ ‘કિંગ’ના વિદેશી થિયેટર રાઇટ્સ માટે અત્યાર સુધીની સૌથી મોટી ડીલ થઈ છે. આ ડીલ સાથે ફિલ્મે ભારતીય
સિનેમાના ઇતિહાસમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.


મળતી માહિતી પ્રમાણે ફાર્સ ફિલ્મ્સે આ ફિલ્મના ઓવરસીઝ ડિ‌‌સ્ટ્રબ્યુશનના રાઇટ્સ ૧૭૫ કરોડ રૂપિયા કરતાં વધારે કિંમત ચૂકવીને મેળવ્યા છે. અત્યાર સુધી શાહરુખની ફિલ્મોના વિદેશી રાઇટ્સ યશ રાજ ફિલ્મ્સ (વાયઆરએફ) પાસે રહેતા હતા. જોકે, ફાર્સ ફિલ્મ્સ પાસે પણ ઓવરસીઝ ડિ‌‌િસ્ટ્રબ્યુશનનો સારો અનુભવ છે. રિપોર્ટ પ્રમાણે ફાર્સ ફિલ્મ્સે ‘કિંગ’ના વિતરણના રાઇટ્સ માટે ૧૭૫ કરોડ રૂપિયાની મિનિમમ ગૅરન્ટી રકમ ચૂકવી છે. ખાસ વાત તો એ છે કે અત્યાર સુધી કોઈ પણ ભારતીય ફિલ્મના વિદેશી રાઇટ્સની ડીલ ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકી નથી, પણ ‘કિંગ’એ રિલીઝ પહેલાં જ પોતાના નામે મોટો રેકૉર્ડ નોંધાવી દીધો છે.

 


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK