ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થયેલી આ બ્લૉકબસ્ટર ફિલ્મ જપાનના ચાહકો માટે રિલીઝ થઈ રહી છે એની જાહેરાત કિંગ ખાને સોશ્યલ મીડિયા પર કરી
ફિલ્મનું પોસ્ટર
પૉપ્યુલરિટીના એક સર્વે મુજબ દુનિયામાં લગભગ સવાત્રણ અબજ ફૅન ધરાવતા શાહરુખ ખાનના જપાનમાં રહેતા ચાહકો માટે ગુડ ન્યુઝ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થયેલી અને જબરી સફળતા મેળવનારી ફિલ્મ ‘જવાન’ ૨૯ નવેમ્બરે જપાનનાં સિનેમાગૃહોમાં રિલીઝ થશે. શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, નયનતારા, પ્રિયામણિ, સનાયા મલ્હોત્રા અને વિજય સેતુપતિ અભિનીત ફિલ્મના પોસ્ટર અને ફિલ્મની રિલીઝ-ડેટની જાહેરાત સાથે શાહરુખે સોશ્યલ મીડિયા પર કૅપ્શનમાં લખ્યું છે, ‘એક કહાની જસ્ટિસ કી... વેન્જન્સ (પ્રતિશોધ) કી... વિલન ઔર હીરો કી... એક કહાની જવાન કી... આ રહી હૈ જપાન કે થિયેટર મેં પહલી બાર!’
ભારતીય દર્શકોનો જબરો પ્રેમ મેળવનારી શાહરુખના ડબલ રોલવાળી આ ફિલ્મ જપાનમાં કેવો ડંકો વગાડે છે એ હવે જોવું રહ્યું.