રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જનકલ્યાણ સમિતિ દ્વારા આયજિત `એક રાખી સૈનિક કે નામ` અભિયાન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નાના બાળકોના હાથે બનાવેલી રાખડીઓ આ વર્ષે ભારતીય સરહદ પર સૈનિકો માટે મોકલવામાં આવી હતી. આ અભિયાન વર્ષ 2021થી શરૂ કરવામાં આવ્યું અને આ વર્ષે પણ બાળકો દ્વારા બનાવાયેલી રાખડીઓ લેહ-લદાખ, ઉપવારા, રાજસ્થાન, જયપુર, તેલંગણા, બનાસકાંઠા જેવી ભારતની વિવિધ સરહદે મોકલવામાં આવી. આ વિશે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના બોરીવલી શાખાના કાર્યકર્તા સાંઇનાથ કુલકર્ણી જણાવે છે કે હવે આ ઉપક્રમ દરવર્ષે ચલાવવાની આશા સાથે સૈનિકો માટે અમારો પ્રેમ પાઠવીએ છીએ. તો જાણો કેવી રીતે શરૂ થયું અને ધમધમ્યું `એક રાખી સૈનિક કે નામ` અભિયાન...
13 August, 2022 10:51 IST | Mumbai