રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીનાં લગ્નની પ્રી-વેડિંગ ઇવેન્ટ્સ શાનદાર રીતે આયોજિત કરવામાં આવી રહી છે. અનંત અંબાણીનાં લગ્ન બિઝનેસમૅન વીરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે ૧૨ જુલાઈએ થશે. ૧૩ જુલાઈએ ‘શુભ આશીર્વાદ’ અને ૧૪ જુલાઈએ ‘મંગળ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. એ પહેલાં શુક્રવારે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં બૉલીવુડની સેલિબ્રિટીઝે હાજર રહીને ચાર ચાંદ લગાવી દીધા હતા. સલમાન ખાન, રણવીર સિંહ, વિકી કૌશલ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે સ્ટેજ પર પર્ફોર્મ કરીને ઇવેન્ટમાં રંગ રાખ્યો હતો.
07 July, 2024 11:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent