Mardaani 2 Box Office Collection Day 1: પહેલા દિવસે કરી આટલી કમાણી
બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જી સ્ટારર ફિલ્મ મર્દાની 2 શુક્રવારે મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને લઈને મિક્સ રિવ્યૂ આવી રહ્યા છે, જો કે દર્શકો અને ક્રિટિક્સ રાનીના અભિનયના વખાણ કરી રહ્યા છે. ફિલ્મના ભલે વખાણ થઈ રહ્યા થઈ રહ્યા હોય, પણ ફિલ્મ પહેલા દિવસે ધમાકેદાર ઓપનિંગ કરવામાં સફળ રહી નથી. ફિલ્મ ધીમી શરૂઆત સાથે બૉક્સ ઑફસ પર પહોંચી છે.
જો ફિલ્મના બૉક્સ ઑફિસ કલેક્શનની વાત કરીએ તો ટ્રેડ એનાલિસ્ટ પાસે ઑફિશિયલ આંકડા આવી ગયા છે, અને કહેવાય છે કે ફિલ્મે 10 ટકાની કમાણી કરી છે. આ રીતે ફિલ્મે 3.80 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જો કે, ફિલ્મના રિવ્યૂ સારા આવવાને કારણે વીકએન્ડ પર ફિલ્મના કલેક્શનમાં વધારો થઈ શકે છે.
ADVERTISEMENT
#RaniMukerji versus #RaniMukerji... *Day 1* biz...
— taran adarsh (@taran_adarsh) December 14, 2019
2019: #Mardaani2 ₹ 3.80 cr
2014: #Mardaani ₹ 3.46 cr
2018: #Hichki ₹ 3.32 cr#India biz.
તેની સાથે બૉક્સ ઑફિસ પર જ તેને ઇમરાન હાશમી અને ઋષિ કપૂર સ્ટારર ફિલ્મ 'ધ બૉડી' સાથે પણ ટક્કર મળી રહી છે, જે શુક્રવારે જ રિલીઝ થઈ છે. આ સિવાય 'પતિ પત્ની ઔર વો' અને 'પાનીપત' પણ સિનેમાઘરોમાં પહેલેથી જ છે. એવામાં ફિલ્મને બૉક્સ ઑફિસ પર ઘણી ટક્કર મળી રહી છે, જેથી ફિલ્મના કલેક્શન પર અસર પડી શકે છે.
આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ
જણાવીએ કે ફિલ્મની સ્ટોરી એક સીરિયલ કિલર પર આધારિત છે, જે છોકરીઓને પોતાનો નિશાનો બનાવે છે. રાની મુખર્જી ફિલ્મમાં પોલીસ ઑફિસર શિવાજી રૉયની ભૂમિકામાં છે, જે તે અપરાધીને બે દિવસમાં પકડવાનો નિશ્ચય કરી લે છે. નિર્દેશક ગોપી પુથરને ફિલ્મની પટકથા લખી છે. તે દર્શકો પર પોતાની પકડ સતત જાળવી રાખે છે.

