Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેમ નથી કરવામાં આવતાં કપૂર પરિવારમાં ક્યારેય દીકરાઓના કામનાં વખાણ?

કેમ નથી કરવામાં આવતાં કપૂર પરિવારમાં ક્યારેય દીકરાઓના કામનાં વખાણ?

Published : 05 November, 2026 01:19 PM | Modified : 05 November, 2026 05:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણબીર કપૂરે કૌન બનેગા કરોડપતિમાં પોતાના પરિવારની જૂની પરંપરા વિશે વાત કરી.

રણબીર કપૂર

રણબીર કપૂર


હાલમાં રણબીર કપૂરે ‘કૌન બનેગા કરોડપતિ’માં ભાગ લીધો હતો. આ શોમાં રણબીરે પરિવારની પેઢીઓથી ચાલી આવતી એક રસપ્રદ પરંપરા વિશે ખુલાસો કર્યો છે. રણબીરે કહ્યું હતું કે તેના પરિવારમાં પિતા પોતાના દીકરાઓના કામનાં ખુલ્લેઆમ વખાણ કરવાનું ટાળતા આવ્યા છે અને એની પાછળનો હેતુ દીકરાઓને સતત વધુ સારું કામ કરવા માટે પ્રેરિત કરવાનો રહ્યો છે. આ વાત સમજાવવા માટે રણબીરે પોતાના દાદા રાજ કપૂર અને પરદાદા પૃથ્વીરાજ કપૂર સાથે જોડાયેલો એક રસપ્રદ પ્રસંગ પણ સંભળાવ્યો હતો.

રણબીરે કહ્યું હતું કે ‘મેં આ વાર્તા રાજ કપૂરના પુસ્તકમાં વાંચી હતી. એક વખત રાજ કપૂરે પોતાના પિતા પૃથ્વીરાજ કપૂરને પૂછ્યું હતું કે જ્યારે તેમનો દીકરો આટલો મોટો સ્ટાર બની ગયો છે ત્યારે તમે તેનાં વખાણ કેમ નથી કરતા. આ સવાલના જવાબમાં પૃથ્વીરાજ કપૂરે રાજ કપૂરને એક નાના બાળકની વાર્તા સંભળાવી હતી. તેમણે કહ્યું હતું કે એક નાનો છોકરો રસ્તાની બાજુમાં દોરડા પર સંતુલન જાળવીને કરતબ બતાવતો હતો. તેનું પ્રદર્શન જોવા માટે રોજ મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હતા. લોકો તાળીઓ પાડતા, તેને પૈસા આપતા અને તેનાં ખૂબ વખાણ કરતા હતા. દર વખતે કરતબ પછી તે બાળક પોતાના પિતા પાસે જતો અને તેમને પૂછતો કે તેનું પ્રદર્શન કેવું રહ્યું. જોકે તેના પિતા દર વખતે એક જ જવાબ આપતા હતા કે કંઈક કમી રહી ગઈ. આવું કેટલાંય વર્ષો સુધી ચાલ્યા બાદ એક દિવસ બાળક પોતાના પિતાને પૂછી જ બેઠો કે જ્યારે લોકો તેના કરતબનાં આટલાં વખાણ કરે છે અને તેને ખૂબ સારો કહે છે તો પિતા હંમેશાં તેની ખામી કેમ કાઢે છે? આ સવાલના જવાબમાં પિતાએ કહ્યું હતું કે દીકરા, જે દિવસે હું તારાં વખાણ કરવાનું શરૂ કરી દઈશ એ જ દિવસે તારું લક્ષ્ય અને ધ્યાન તારા કામ પરથી હટી જશે, તું તારી મંઝિલ સુધી પહોંચવાને બદલે વખાણમાં જ ખોવાઈ જઈશ.’



રણબીરે કહ્યું હતું કે કપૂર પરિવારમાં બાળકોને સફળતા મળ્યા પછી પણ સતત મહેનત કરતા રહેવાની સલાહ આપવામાં આવે છે. પરિવારના વડીલો વખાણ કરવાને બદલે પોતાના કામને વધુ સારું બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરતા આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 05:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK