આયુષ્માનની સાથે બીજી ડૉક્ટર બનશે રકુલ પ્રીત સિંહ
આયુષ્માનની સાથે બીજી ડૉક્ટર બનશે રકુલ પ્રીત સિંહ
રકુલ પ્રીત સિંહ ‘ડૉક્ટર જી’માં આયુષ્માન ખુરાના સાથે જોવા મળવાની છે. રકુલ ‘મે ડે’માં અમિતાભ બચ્ચન અને અજય દેવગન સાથે પણ દેખાશે. આ સિવાય તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ‘થૅન્ક ગૉડ’ પણ કામ કરી રહી છે. સોશ્યલ મીડિયામાં રકુલના ફૉલોઅર્સ પણ ખૂબ છે. પોતાના ફોટો અને વિડિયો તે તેના ફૅન્સ સાથે શૅર કરે છે. રકુલે પોતાનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેણે ઑફ-વાઇટ ડ્રેસ પહેર્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘એક ડ્રીમર, આ જ હતી તે.’
આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના ડૉક્ટર ઉદય ગુપ્તાનું પાત્ર ભજવી રહ્યો છે. મૅડિકલ સ્ટુડન્ટ અને આયુષ્માનની સિનિયર ડૉક્ટર ફાતિમાના રોલમાં રકુલ જોવા મળશે. આ કૉમેડી-ડ્રામાને અનુભૂતિ કશ્યપ ડિરેક્ટ કરી રહી છે. આ વિશે રકુલે કહ્યું હતું કે ‘હું ‘ડૉક્ટર જી’નો પાર્ટ બનીને ખૂબ જ ખુશ છું. આ ફિલ્મમાં હું ઘણુંબધું પહેલી વાર કરી રહી છું. આયુષ્માન સાથે કામ કરવાથી લઈને, જંગલી પિક્ચર્સ અને ડિરેક્ટર અનુભૂતિ સાથે પણ પહેલી વાર કામ કરી રહી છું. સ્ક્રિપ્ટ પહેલી વાર વાંચતાં જ મને એ ખૂબ જ પસંદ પડી ગઈ હતી. મેડિકલ ડ્રામાનો આ એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ છે. તેમ જ કૅમ્પસ કૉમેડી દ્વારા દર્શકોને ખૂબ જ મજા આવશે. આ ફિલ્મનું શૂટિંગ કરવા માટે હું ખૂબ જ આતુર છું.’

