મહામારી અને લૉકડાઉન વચ્ચે પ્રવાસ કરવાનું વિચિત્ર લાગે છે પ્રીતિ ઝિન્ટાન
પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટાને હાલમાં મહામારી અને લૉકડાઉનને જોતાં ટ્રાવેલ કરવાનું થોડું અજીબ લાગી રહ્યું છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને કારણે દુબઈ ગઈ છે. પ્રીતિ કિંગ્સ ઇલેવન પંજાબની માલિક છે. ૧૬ સપ્ટેમ્બરથી ટી૨૦ ટુર્નામેન્ટ શરૂ થવાની છે. ટ્રાવેલિંગના અનુભવને જણાવતાં પ્રીતિએ કહ્યું હતું કે ‘મહામારી વચ્ચે વિશ્વભરમાં પ્રવાસ કરવો વિચિત્ર લાગે છે. ઍરપોર્ટ પર કોઈ નથી હોતું. અનેક કોવિડ-ટેસ્ટ થાય છે. સતત માસ્ક, ગ્લવ્ઝ અને સૅનિટાઇઝરનો ઉપયોગ કરવો પડે છે. પ્લેનમાંથી નીચે ઊતરીને ખુશ છું. જોકે બાદમાં ક્વૉરન્ટીન થવાનું છે એનાથી હું ખુશ નથી.’
દુબઈની હોટેલમાં પહોંચતાં તેના પર સૅનિટાઇઝર સ્પ્રે કરવામાં આવે છે. એનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રીતિએ કૅપ્શન આપી હતી, ‘સૌથી વધુ મજેદાર બાબત એ રહી કે હોટેલમાં આવતાં જ સૅનિટાઇઝર સ્પ્રે કરવામાં આવ્યું હતું. એવું લાગ્યું જાણે હું સ્ટાર વૉર્સમાં હતી. એને કારણે તો હું મારું જેટલેગ પણ ભૂલી ગઈ હતી. અમને સલામતીનો અનુભવ કરાવવા બદલ થૅન્ક યુ સૉફિટેલ દુબઈ પામ.’

