ગાયકે પોતાનો આનંદ વ્યક્ત કરી જણાવ્યું છે કે તે કતરના દોહા ઍરપૉર્ટ પર એક લગ્ઝરી સ્ટોરમાં ખરીદી કરતી વખતે ભારતીય કરન્સીનો ઉપયોગ કરી શક્યો.
મીકા સિંહ (તસવીર સૌજન્ય મિડ-ડે)
બૉલિવૂડના પૉપ્યુલર સિંગર મીકા સિંહ (Mika Singh) પોતાના કામ થકી ઘણીવાર દેશ-વિદેશમાં પ્રવાસ કરતા હોય છે. હાલ ગાયક (Mika Singh) દોહા કતરમાં છે. સાથે જ, તેમણે ટ્વિટર પર ચાહકો સાથે ખૂબ જ રસપ્રદ સમાચાર શૅર કર્યા છે. ગાયકે પોતાનો આનંદ વ્યક્ત કરી જણાવ્યું છે કે તે કતરના દોહા ઍરપૉર્ટ પર એક લગ્ઝરી સ્ટોરમાં ખરીદી કરતી વખતે ભારતીય કરન્સીનો ઉપયોગ કરી શક્યો.
મીકા સિંહે દોહા ઍરપૉર્ટ પર કર્યો ભારતીય નાણાંનો ઉપયોગ
જણાવવાનું કે, ભારતીય નાગરિકો માટે એક વધું ઉપલબ્ધિ તરીકે, દેશની ડિજિટલ પેમેન્ટ ટેક્નિક બાદ, યૂપીઆઈને થાઈલેન્ડ અને સિંગાપુર જેવા દેશોમાં સ્વીકૃતિ આપવામાં આવી હતી. આનો ઉપયોગ દોહા ઍરપૉર્ટ પર પણ કરવામાં આવ્યો. મીકા સિંહે ટ્વિટર પર માહિતી આપી કે તે દોહા ઍરપૉર્ટ પર લુઈસ વિટન (Louis Vuitton) સ્ટોરમાં ખરીદી કરતી વખતે ભારતીય નાણાંનો ઉપયોગ કરી શક્યો.
ADVERTISEMENT
Good morning.
— King Mika Singh (@MikaSingh) April 12, 2023
I felt so proud to be able to use Indian rupees whilst shopping at #Dohaairport in the @LouisVuitton store. You can even use rupees in any restaurant.. Isn’t that wonderful? A massive salute to @narendramodi saab for enabling us to use our money like dollars. pic.twitter.com/huhKR2TjU6
આ સિવાય, સિંગરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને `ડૉલરની જેમ જ આપણાં ચલણનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવવા માટે` સલામ કર્યો. ગાયકે પોતાના વીડિયોમાં જણાવ્યું કે કેવી રીતે દોહા ઍરપૉર્ટ પર ઈન્ડિયન કરન્સીનો ઉપયોગ કરતા કોઈપણ કંઈપણ ખરીદી શકે છે. મીકા સિંહે પોતાના ટ્વીટમાં લખ્યું, "શુભ પ્રભાત. @LouisVuitton સ્ટોરમાં #Dohaairport પર ખરીદી કરતી વખતે ભારતીય ચલણનો ઉપયોગ કરી શક્યો તે માટે મને ખૂબ જ ગર્વનો અનુભવ થયો. તમે પણ કોઈપણ રેસ્ટોરન્ટમાં રૂપિયાનો ઉપયોગ પણ કરી શકો છો... શું આ અદ્ભૂત નથી? ડૉલરની જેમ પોતાના પૈસાનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવવા માટે @narendramodi સાહેબને એક મોટી સલામી."
આ પણ વાંચો : #NOSTALGIA: માના ખોળામાં રમતા આ બાળકની પૉપ્યુલારિટી સામે
દરમિયાન, સિંગરના ટ્વીટને સોશિયલ મીડિયા યૂઝર્સના જબરજસ્ત વ્યૂઝ અને રિએક્શન મળી રહ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સે આ પગલાંનું સ્વાગત કર્યું અને આને ઑનલાઈન શૅર કરવા માટે મીકાના વખાણ પણ કર્યા. એક યૂઝરે સરકારના આ નવા પગલાંના વખાણ કર્યા અને લખ્યું, "ભારતીય મુદ્રા મજબૂત થઈ રહી છે." અન્ય એક યૂઝરે લખ્યું, `ગર્વ જ ગર્વ.` એક અન્ય યૂઝરે મજાકના અંદાજમાં લખ્યું, "ઓએ બલ્લે બલ્લે."

