‘હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી, છાંવ હૈ કભી, કભી હૈ ધૂપ જિંદગી, હર પલ યહાં જી ભર જીઓ, જો હૈ સમાં કલ હો ના હો’ સોનુ નિગમે ફિલ્મ `કલ હો ના હો`ના આ ગીતને તેમના જીવનમાં આત્મસાત કર્યું હોય તેમ જણાય છે. 30 જુલાઈ 1973ના રોજ જન્મેલા સોનુ નિગમ આજે પોતાનો 50મો જન્મદિવસ ઊજવી રહ્યા છે. સોનુ નિગમે ગઈકાલે રાત્રે મુંબઈની સહારા સ્ટાર હૉટેલમાં ખૂબ જ ધામધૂમથી જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે ફિલ્મ જગત અને રાજકીય ક્ષેત્રની અનેક હસ્તીઓ હાજર રહી હતી. પોતાના જન્મદિવસ નિમિત્તે સોનુ નિગમે ફિલ્મ `કલ હો ના હો`નું ગીત ગાઈને જીવન જીવવાનો અર્થ સમજાવ્યો હતો.
30 July, 2023 05:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent