હાલમાં ઇન્ટરનેટ પર રાબજે ઇનાયા ઠાકુરની તસવીરો વાઇરલ થઈ રહી છે
મંદાકિની
૧૯૮૫માં રાજ કપૂરનીની ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’થી બૉલીવુડમાં એન્ટ્રી લેનાર ઍક્ટ્રેસ મંદાકિનીએ પોતાની માસૂમિયત અને સુંદરતાથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ફિલ્મથી તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી, જેમાંથી કેટલીક હિટ રહી અને કેટલીક ફ્લૉપ. જોકે તેણે પોતાની કરીઅરના પીક પર ફિલ્મોથી દૂર થઈને લગ્ન કરી લીધાં હતાં. હાલમાં મંદાકિનીને બે બાળકો છે.
હવે દાયકાઓ બાદ મંદાકિનીએ પુનરાગમન કર્યું અને ચર્ચામાં આવી છે. તેનાં બાળકો હવે મોટાં થઈ ગયાં છે. હાલમાં તે એક મ્યુઝિક વિડિયોમાં તેના પુત્ર સાથે જોવા મળી. તેની પુત્રવધૂ બુશરા પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તે પ્રોડ્યુસર છે અને નેટફ્લિક્સ માટે કન્ટેન્ટ પ્રોડ્યુસ કરે છે. મંદાકિનીની પુત્રી રાબજે ઇનાયા ઠાકુર પણ હવે મોટી થઈ ગઈ છે અને દેખાવમાં તેની મમ્મી પર ગઈ છે. રાબજે હાલમાં અભ્યાસ કરી રહી છે અને ઘણી વાર તેની મમ્મી, ભાભી બુશરા અને ભાઈ રાબિલ સાથે ફોટોમાં જોવા મળે છે. હવે ઇન્ટરનેટ પર મંદાકિનીની દીકરી તેની ખૂબસૂરતીને કારણે વાઇરલ થઈ ગઈ છે.

