ગૂગલે યર ઇન સર્ચ ૨૦૨૩નું લિસ્ટ બહાર પાડ્યું છે. એ લિસ્ટમાં ભારતમાં સૌથી વધુ સર્ચ કરાનારી સેલિબ્રિટીઝનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. એમાં કિયારા ટૉપ પર છે. ટૉપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં આ વર્ષે મૃત્યુ પામેલા સતીશ કૌશિકનું નામ પણ સામેલ છે.
કિયારા અડવાની
ગૂગલ પર ૨૦૨૩માં ભારતમાં જો કોઈને સૌથી વધુ સર્ચ કરવામાં આવી હોય તો તે કિયારા અડવાણી છે. ગૂગલે યર ઇન સર્ચ ૨૦૨૩નું લિસ્ટ બહાર પાડ્યું છે. એ લિસ્ટમાં ભારતમાં સૌથી વધુ સર્ચ કરાનારી સેલિબ્રિટીઝનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. એમાં કિયારા ટૉપ પર છે. ટૉપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં આ વર્ષે મૃત્યુ પામેલા સતીશ કૌશિકનું નામ પણ સામેલ છે. ભારતમાં સૌથી વધુ સર્ચ કરાનારી સેલિબ્રિટીઝમાં પહેલા નંબરે કિયારા અડવાણી છે. બીજા પર ક્રિકેટર શુભમન ગિલ, ત્રીજા પર રચિન રવીન્દ્ર, ચોથા નંબરે ક્રિકેટર મોહમ્મદ શમી, પાંચમા પર યુટ્યુબર એલ્વિશ યાદવ, છઠ્ઠા પર સિદ્ધાર્થ મલ્હોત્રા, સાતમા પર ગ્લેન મૅક્સવેલ, આઠમા ક્રમાંકે ડેવિડ બૅકહેમ, નવમા નંબરે સૂર્યકુમાર યાદવ અને દસમા નંબરે ટ્રેવિસ હેડ છે.
આ સિવાય સૌથી વધુ સર્ચ કરવામાં આવનાર ફિલ્મોનું લિસ્ટ પણ ગૂગલે જાહેર કર્યું છે. પહેલા નંબરે ‘બાર્બી’, બીજા પર ‘ઓપનહાઇમર’, ત્રીજા પર ‘જવાન’, ચોથા નંબરે ‘સાઉન્ડ ઑફ ફ્રીડમ’, પાંચમા પર ‘જૉન વિક : ચૅપ્ટર 4, છઠ્ઠા પર અવતાર : ‘ધ વે ઑફ વૉટર’, સાતમા પર ‘એવરીથિંગ એવરીવેર ઑલ ધ વન્સ’, આઠમા ક્રમાંકે સની દેઓલની ‘ગદર 2’, નવમા નંબરે ‘ક્રીડ III’ અને દસમા નંબરે શાહરુખ ખાનની ‘પઠાન’ છે.


